અમદાવાદમાં તાજીયાના જૂલુસ નીકળ્યા
મોહરમ તહેવાર નિમિત્તે અમદાવાદના કોટ વિસ્તારમાં અલગ-અલગ તાજીયાના જુલુસ નીકળ્યાં છે. જમાલપુર દરવાજાથી શરૂ થયેલા તાજીયા લાલ દરવાજા, મિરઝાપુર, રિલીફ રોડ, ખમાસા સહિતના વિવિધ વિસ્તારોમાં ફરશે. જમાલપુરથી શરૂ થયેલા તાજીયાના જુલુસમાં નાના-મોટા રંગબેરંગી તાજીયા જોડાયા છે. મુસ્લિમ સમાજના યુવકો પોતાના અલગ-અલગ કરતબો પણ બતાવે છે. મોડી રાતે ખાનપુર પાસે રિવરફ્રન્ટમાં તાજીયા ઠંડા કરવામાં આવશે. જમાલપુર, લાલ દરવાજા, રીલીફ રોડ, મિરઝાપુર, દિલ્લી ચકલા સહિતના વિસ્તારોના રોડ તાજીયાના જુલુસના કારણે બંધ કરવામાં આવ્યા છે. તાજીયાના જુલુસને લઈ શહેરમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
