ગાંધીનગરમાં ચાંદીપુરાનો પગ પેસારો: બે બાળકોના મોત

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ખતરો વધી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાઈરસે દહેશત મચાવી છે. શંકાસ્પદ વાઈરસે અત્યારસુધીમાં 10 દર્દીઓ(બાળકો)ના ભોગ લીધા છે..ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગામોમાં દહેશત વરતાવી રહેલો આ વાઈરસ અમદાવાદ સુધી પહોંચી ગયો છે. અમદાવાદના આંબાવાડી અને ચાંદલોડિયામાં બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ત્યારે હવે ગાંધીનગરમાં ચાંદીપુરાનો પગ પેસારો થયો છે. આજે બે બાળકોના મોત થયા છે. શંકાસ્પદ ચાંદીપુરા છે. તેમજ તેના સેમ્પલ લીધેલ છે અને પુના પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવેલ છે, અને તેનો રિપોર્ટ આવેલ નથી.

ગાંધીનગરમાં શંકાસ્પદ વાયરલ ચાંદીપુરાનો પગ પેસારો થયો છે. ભાટ ટોલ ટેક્ષ પાસેના છાપરા વાસમાં 15 મહિનાની બાળકી શંકાસ્પદ વાયરસની ઝપેટમાં આવી હતી. જેનું સારવાર દરમ્યાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. તેમજ બાળકીના સેમ્પલ પુના પૃથક્કરણ અર્થે મોકલી આપી અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વેલન્સ શરૂ કરાયું છે. તો બીજી તરફ દહેગામમાં ગઈકાલે એક બાળકનો શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો તે બાળકનું પણ આજે સારવાર દરમિયાન મોત થયું છે. દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામના સાત વર્ષના એક બાળકને તાવ, ખેંચ સાથે મગજના તાવની અસર જોવા મળી હતી. જેને સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જેનું પણ આજે ઢળતી સાંજે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.

ગાંધીનગરમાં બે બાળકોના મોત થતાં આરોગ્યની ટીમ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ અંગે મનપાના આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે, અસરગ્રસ્ત ​વિસ્તારમાં 4 ટીમ દ્વારા સર્વેલન્સ શરૂ કરી દેવાયું છે. અત્રેના વિસ્તારના કુલ ૩૦ કાચા છુટાછવાયા ઝુંપડા છે. તમામ ઝૂંપડામાં જંતુનાશક દવાનો છંટકાવ કરેલ છે. જ્યારે ત્રણ ઝૂંપડામાં પોરા મળતા સોર્સ રીડક્શન કામગીરી પણ કરવામાં આવેલ છે.મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ તથા ડે.હેલ્થ ઓફિસર, મે.ઓ, બાયોલોજીસ્ટ અને અન્ય સ્ટાફ દ્વારા વિઝીટ લેવામાં લઈ અત્રેના વિસ્તારમાં સઘન સર્વેલન્સની કામગીરી ચાલુ છે.

Social