રાધનપુર – વારાહી હાઇવે પર મોટી પીપળી ગામ પાસે અલ્ટોએ પલ્ટી ખાધી, આગ ફાટી નીકળતા ચાલક કારની અંદર જ ભડથુ થઈ ગયો

પાટણ જિલ્લાના રાધનપુર – વારાહી હાઇવે પર મોટી પીપળી ગામ પાસે અલ્ટોએ પલ્ટી ખાધી હોવાની ઘટના સામે આવી છે. અલ્ટો પલ્ટી ખાઈ જતા આગ ફાટી નીકળતા ચાલક કારની અંદર જ ભડથુ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી રોડ પર આજે મઢુત્રા ગામનો યુવક અલ્ટો કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે જ હાઈવે પર અચાનક કારે પલટી ખાધી હતી. અને કારમાં આગ ફાટી નીકળતા ચાલકે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હોવા છતા નીકળી શક્યો ન હતો અને અંદર જ ભડથુ થઈ ગયો હતો. અકસ્માતના પગલે રસ્તા પર થોડીવાર માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

      કારમાં સવાર જે વ્યકિતનું મોત થયું છે તે મઢુત્રા ગામના રહેવાસી રાજુભા ચનુભા સોઢા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતગ્રસ્ત કાર પ્યોર પેટ્રોલની છે. સંભવત પેટ્રોલની ટાંકી લીક થયા બાદ શોર્ટ સર્કિટથી આ કાર લાગી હોવાનું અનુમાન છે.હાલ મૃતકની લાશને પીએમ માટે વારાહી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Social