ઔડાના અધિકારીઓ સનાથલ લંબેનારાયણ આશ્રમ ટીપી રોડનું પઝેશન લેવા પહોંચતા મહન્ત અને સ્થાનિકોએ વિરોધ કરતા મામલો ગરમાયો
સાણંદના સનાથલ નજીક આવેલ લંબેનારાયણ આશ્રમની જગ્યામાંથી નીકળતા ટીપી રોડનું પઝેશન લેવા ઔડાના અધિકારીઓ પોલીસ કાફલા સાથે પહોંચતા આશ્રમના મહન્ત ઋષિ ભારતી બાપુ તેમજ તેઓના અનુયાયીઓ તેમજ સ્થાનિકોએ વિરોધ કરતા મામલો ગરમાયો હતો અને ઔડાના અધિકારીઓ અને સ્થાનિકો અને મહન્ત વચ્ચે આ મુદ્દે ઉગ્ર ચર્ચા થઇ હતી જેના પગલે સનાથલ પૂર્વ સરપંચ હિતેન્દ્રસિંહ વાઘેલા , એપીએમસી ચેરમેન ખેંગારભાઈ સોલંકી સહીત અગ્રણીઓ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઔડાના અધિકારીઓના જણાવ્યા મુજબ ટીપી રોડના પઝેશન માટે અમો એકવર્ષથી રાહ જોઈ રહ્યા છીએ અને આશ્રમને સમય આપી રહ્યાં છીએ જયારે આશ્રમના મહંત ભારતીબાપુના જણાવ્યા મુજબ ટ્રસ્ટોના કેસમાં માત્ર 10 % કપટ હોય છે જયારે ઔડા અમારી પાસે 40 % કપાત માંગી રહ્યા છે જે અમને મંજુર નથી .છેવટે સમજાવટને પગલે ઔડાની કામગીરી શરુ થઇ શકી હતી .


