Breaking News
સાણંદની કેનાલમાં ન્હાવા પડેલ કોલટ રોડના બે યુવકો ડૂબ્યા
સાણંદના કોલટ રોડ ઉપર રહેતા બે યુવકો મોટી દેવતી ગામના રોડ પરની કેનાલમાં ન્હાવા ગયા હતા અને કોઇ કારણોસર બન્ને યુવકો ડૂબી ગયા હતા.
શહેરના કોલટ રોડ રહેતા વિષ્ણુભાઈ ગોવિંદભાઈ ચુનારા અને શૈલેષભાઇ ભરતભાઈ ચુનારા ઘરેથી મોટી દેવતી રોડ પર આવેલ કેનાલમાં ન્હાવા માટે નીકળ્યા હતા. સાંજ સુધી ઘરે પાછા ન આવતા બન્નેના પરિવારે પોલીસને જાણ કરી હતી સાણંદ PI સહીત પોલીસ માણસો સાથે બન્નેના પરિવારના લોકો સાથે આ કેનાલ પર જઈ પાણીના વહેણમાં શોધખોળ કરતા શૈલેષભાઇની લાશ મળતા પરિવામાં માતમ છવાયો હતો. શૈલેષભાઇની લાશ ને સાણંદ સરકારી દવાખાને PM માટે લઈ ગયા અને વિષ્ણુભાઈની લાશને શોધવા તજવીજ હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસે AD ની નોંધ કરી લાશને શોધવા કામગીરી હાથ ધરી છે.તે દરમ્યાન એકનો મોબાઈલ મળતા સાણંદ પોલીસે કબ્જે કર્યો હતો.
