અમદાવાદમા અકસ્માતોના અલગ બનાવો

મુંબઇના જયેશભાઇ દરજી એક હોટલમાં નોકરી કરે છે. વર્ષ 2023ના ફેબ્રુઆરી માસમાં તેમણે ઇ-કોમર્સ વેબસાઇટ એક ફ્લેટ વેચાણની જાહેરાત જોઇ હતી. જેમાં જયમીન જોષીએ તેમનો ટી-19 સૌદર્ય ફ્લેટ વેચવાની જાહેરાત સાથે વિડીયો મૂક્યા હતા. આ ફ્લેટ પંસદ આવતા જયેશભાઇ અમદાવાદ આવ્યા હતા અને ફ્લેટ જોઇને જયમીનભાઇને 500 રૂ. ટોકન આપ્યુ હતું. બાદમાં દેવીબેન જોષી અને તેમના બે પુત્રો જયમીન જોષી તથા કૃણાલ જોષીએ રૂ.40.50 લાખમાં સોદો કર્યો હતો. જયેશભાઇએ માતા પુત્રોને રૂ. 19 લાખ ચૂકવ્યા હતા.

બાદમાં જયમીન જોષીએ મુંબઇ જઇને નાણાંની જરૂર હોવાનું કહીને જયેશભાઇ પાસેથી પાંચ લાખ લીધા હતા. થોડા સમય બાદ જયેશભાઇએ દસ્તાવેજ માટે કહેતા આરોપીઓએ લોન ભરવા માટે નાણાં ખૂટતા હોવાનું કહીને રૂ. 12 લાખ લીધા હતા. જો કે બાદમાં દસ્તાવેજ માટે જયેશભાઇ કહેતા આ તમામ લોકો બહાના બતાવતા હતા. જેથી જયેશભાઇ અમદાવાદ આરોપીના ઘરે આવ્યા ત્યારે આરોપીઓએ ધમકી આપી હતી. અહીં નહિ આવવાનું અને પૈસા નહિ માંગવાના કહીને ધમકી આપી હતી. બાદમાં જયેશભાઇને જાણવા મળ્યુ કે આરોપીઓએ આ ફ્લેટ વેચાણના નાણાં મેળવીને હેમાંગીબેન રાવલ નામની મહિલાને પણ રૂ. 40 લાખમાં વેચીને છેતરપિંડી આચરી હતી. આમ, માતા પુત્રોએ જયેશભાઇ પાસેથી રૂ. 36 લાખ મેળવીને ફ્લેટના દસ્તાવેજ ન કરીને છેતરપિંડી આચરતા ઘાટલોડિયા પોલીસે આ મામલે દેવીબેન જોષી અને તેમના બે પુત્રો જયમીન જોષી અને કૃણાલ જોષી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Social