સાણંદમાંથી બાઈક ચોરેલ સગીરને LCBએ બાવળાથી દબોચ્યો
સાણંદ શહેરમાં બે વર્ષ અગાઉ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરી કરનાર સગીર હોવાનું સામે આવ્યું છે.
જીલ્લામાં અનડીટેક્ટ રહેવા પામેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ અનડીટેકટ ગુના શોધવા તપાસ હાથ ધરાઇ હતી તે દરમ્યાન એ.એસ.આઈ દિલીપસિંહ પરમાર તથા પો.કો વિશાલકુમાર સોલંકીને મળેલ ચોક્કસ બાતમી આધારે બાવળાથી કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોરને ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિ થી પુછપરછ કરતા ચોરીના 4 બાઇક કિંમત (1.50 લાખ )ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પો.સ્ટે, સરખેજ પો.સ્ટે., કોઠ સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બાઇક કરી હતી.
