સાણંદના ગેપપરામાં ગટર પાણી મુદ્દેનો રહીશોની પાલિકાના વહીવટદારને રજુવાત

સાણંદ ગેપપરા,રાજશેરીના રહીસોએ ગટર ઉભરાવવાની સમસ્યાનો કાયમી નિકાલ માટે નગરપાલિકાના વહીવટદાર સાણંદ મામલતદારને લેખિતમાં રજુવાત કરી આવેદનપત્ર આપ્યું હતું કે સાણંદ પોલીસ સ્ટેશન ઢાળ ઉતરી ગેપપરા રોડ, ચુનારાવાસ થી આંબલી વિસ્તાર અને રબારીવાસ થી અને રાજશેરી વિસ્તારમાંથી ગટરનું પાણી ઉભરાય છે તે પાણી ગેપપરા આંબલીવાળા વિસ્તારમાં ભરાય છે. છેલ્લા છ મહિનાથી ગંદા પાણી ભરાઈ રહેતા રોડ સદંતર બંધ છે. જેના લોકોને બહુ તકલીફ પડે છે.સમસ્યાનો નિકાલ ન થાય તો કાદવ,કીચડ અને કચરો ટ્રેક્ટર ટ્રોલીમાં ભરીને સાણંદ નગરપાલિકાની ઓફીસમાં ખાલી કરવાની રહીસોએ ચીમકી આપી હતી. રહીશોએ વરસાદી પાણી અને ગટરના પાણીનો કાયમી નિકાલ લાવવા આ વિસ્તારના રહીસોની માંગ છે.

Social