ગોરજ પાસે મુખ્યમંત્રીએ કેનાલનું નિરીક્ષણ કર્યું

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓ મળી રહે તે માટે હાલ પુરજોશમાં ચાલતી  કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવવા માટે સાણંદના ગોરજ ગામ નજીકની ગોતાં-ગોધાવી-ગોરજ કેનાલની મુલાકાત પ્રત્યક્ષ લીધી હતી. અને મહત્વની ચર્ચા કરી હતી જેનાથી સાણંદ તાલુકાના નળ કાંઠા વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળતો થાય તેમ માટે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જેમાં સાણંદના ધારાસભ્ય  કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ કંચનબા જગદીશસિંહ વાઘેલા, તા.પ. પ્રમુખ વસંતબા કિરીટસિંહ વાઘેલા, તાલુકા ભાજપ પ્રમુખ ખોડાભાઈ પટેલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.
Social