મટોડા પાસે હાઇવે પર બાઈક ચાલકને પાછળથી અજાણ્યા વાહન ચાલક ટક્કર મારી ફરાર, બાઇક ચાલકને ઇજા
મટોડા પાટિયા પાસે હાઇવે પર જતાં બાઈકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે સોલા સિવલ ખસેડયો હતો.
સાણંદ મટોડા પાસે એક કંપનીમાં કામ રણછોડભાઈ ખુશાલભાઈ સોલંકી બાઇક લઈને કોઈ કામ માટે જતાં હતા ત્યારે મટોડા પાટિયા પાસે ચાંગોદર તરફ હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે પાછળથી આ બાઈક ચાલકને જોરથી ટક્કર મારતા ચાલક રણછોડભાઈ ખુશાલભાઈ સોલંકીને ઈજાઓ થતા આજુબાજુ માથી લોકો દોડી આવ્યા હતા. અને 108 મારફતે ઇજાગ્રસ્ત રણછોડભાઈ સોલંકીને સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતા.
