ડમ્પર ટ્રકનું ટાયર ફાટતા ટુકડો ટુવ્હિલર ચાલકને કાને વાગ્યો, ટુવ્હિલર ચાલકને એક કાને સંભળાવાનું બંધ થઈ ગયું
વટવા બીબી તળાવ ચાર રસ્તા પાસે ડમ્પર ટ્રકનું ટાયર ફાટીને ટાયરનો ટુકડો બાજુમાંથી પસાર થઈ રહેલા ટુવ્હિલર ચાલકને કાનના ભાગે વાગ્યો હતો. જેના કારણે ટુવ્હિલરને એક કાને સંભળાવવાનું બંધ થઈ ગયુ હતુ. આ મામલે ટુવ્હિલર ચાલકે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા ટ્રાફિક પોલીસેગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વટવામાં રહેતા 25 વર્ષીય પંકજભાઈ સોલંકી ગત 13 તારીખે તેમના મિત્ર રજનીશ સાથે વટવા બીબી તળાવ ખાતે રાત્રીના સમયે જમવાનું લેવા ગયા હતા. જમવાનું લઈને ટુવ્હિલર પર ઘરે પરત જઈ રહ્યા હતા, તે સમયે એક કપચી ભરેલ ડમ્પર ટ્રક ઓવરસ્પીડમાં ટુવ્હિલરની સાઈડ મારી હતી તે સમયે અચાનક ટ્રકનું ટાયર ફાટી ગયુ હતુ અને ટાયરનો ટુકડો પંકજભાઈને કાનના ભાગે વાગ્યો હતો.જેથી બેલેનશ ગુમાવી દેતા ટુવ્હિલર સ્લીપ થયુ હતુ અને પંકજભાઈ અને રજનીશ જમીને પટકાઈ પડ્યા હતા. ટાયરનો ભાગ પંકજભાઈને કાન પર વાગતા તેમને એક કાને સંભળાવવાનું બંધ થઈ ગયુ હતુ. આ મામલે પંકજભાઈએ જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
