પોતાની જાગૃતિની જ્યોત સળગતી રાખવી
જો તમને જાગૃત રહેવું મુશ્કેલ લાગતું હોય તો દિવસભર ઉદભવતા દરેક વિચારને અને પ્રતિભાવને જોડતાની સાથે જ લખવાનો પ્રયોગ કરો. તમે તમારી ઈર્ષા, અદેખાઈ ,આડમ્બર ભોગ વિલાસ અને શબ્દો પાછળના ઇરાદાને લગતા વિચારો લખો.
નાસ્તો કરવાના સમય પહેલા આ બધુ લખવા માટે થોડો સમય ફાળવવો જોઈએ તે માટે તમારે વહેલા સૂવું પડે અને કોઈ સામાજિક કામને એક બાજુ મૂકવું પડે. તમે જયારે પણ લખી શકો ત્યારે આ બધુ જો લખો અને સાંજે સુતા પહેલા દિવસ દરમિયાન તમે જે લખ્યું હોય તેને વાંચો, તેનો અભ્યાસ કરો અને તેને યોગ્ય કે અયોગ્ય ઠેરવ્યા વગર કે વખોડ્યા વગર તપાસો તો તમે તમારા વિચારોના અને ભાવનાઓના, તમારી ઈચ્છાઓ અને શબ્દોના ગુપ્ત કારણો જાણવા પામશો.
હવે અહીં મહત્વની બાબત છે. તમે જે લખ્યું છે. તેનો મુક્ત પ્રજ્ઞાથી અભ્યાસ કરવો અને આ અભ્યાસ કરવામાં તમે તમારી પોતાની અવસ્થા થી સભાનપૂર્ણ બની શકશો પોતાની જાગૃતિની આ જ્યોત માં ઘર્ષણના કારણો જાણવા મળે છે અને તેનો નાશ થઇ જાય છે. તમારે તમારા વિચારો અને ભાવનાઓને, ઈરાદાઓ અને પ્રતિક્રિયાઓને લખવાનું ચાલુ રાખવું જોઈએ. એક કે બે વખત નહીં પરંતુ જ્યાં સુધી તમે તેનાથી તરતજ સભાન ન થઇ શકો ત્યાં સુધી તમારે લખવાનું ચાલુ રાખવું જોઈએ. ધ્યાન માત્ર પોતાને સતત જાગૃત રાખવા પણું નથી. તે `સ્વ’નો એકધારો ત્યાગ કરતાં રહેવા પણું છે. યોગ્ય વિચાર જ ધ્યાન છે. તેમાંથી અક્ષુબ્ધ એવું ડહાપણ આવે છે. અને તે શાંતિ અને સ્વસ્થતા માં એ સર્વોચ્ચ પરમતત્વનો સાક્ષાત્કાર થાય છે.
આપણે જે વિચારએ અને અનુભવીએ આપણી ઈચ્છાઓ અને પ્રતિક્રિયાઓને લખવાથી આપણી અંદર એક પ્રકારની આંતરિક સભાનતા ઉદભવે છે. અચેતન સાથે સચેતનાનો સહકાર અને ત્યાર બાદ તે સમન્વય અને સમજણ તરફ લઈ જાય છે.
એક જ વિચારની બધી બાબતને પૂરેપૂરી જાણો
કાંઈ જ ન હોવું એ મુક્તિની શરૂઆત છે. તેથી, જો તમે તેને જાણવા અને તપાસવા સક્ષમ હો તો તમને, જેમ જેમ તમે સભાન થતાં જશો તેમ તેમ ખ્યાલ આવશે કે તમે મુક્ત નથી તમે ઘણી જુદી જુદી વસ્તુઑ થી બંધાયેલા છો. અને એ પણ ખ્યાલ આવશે કે તેની સાથે તમારું મન મુક્ત થવાની આશા રાખે છે. તમે જોઈ શકશો કે આ બંને બાબત વિરોધા ભાસી છે. તેથી મન શા માટે કોઈ પણ વસ્તુને વળગી રહે છે. તે તેણે ખુદ શોધી કાઢવું જોઈએ. આ બધા માટે ઘણી જ ગહનતા થી, તપાસ કરવી જોઈએ. તે ઓફિસે જવા કરતાં. કે કોઈ શારીરિક શ્રમ કરતા કે વિજ્ઞાનના પાસાને એક સાથે સમજવા કરતાં પણ વધારે મહેનત માંગી લે તેવું કામ છે. કારણ કે નમ્ર બુદ્ધિમાન મનને સ્વ કેન્દ્રિત થયા વગર સ્વયં ની સાથે જ નિસ્બત છે. તેથી તે અસાધારણ પણે, જાગ્રત સાવધ, હોવું જોઈએ અને તેનો અર્થ છે રોજ રોજ, દરેક કલાકે દરેક ક્ષણે, ખરેખર સખત કામ કરવાની .. તેને માટે જરૂર છે. સ્વેચ્છાએ આગ્રહ પૂર્વક કામ કરવા ની કારણ કે મુક્તિ સહેલાઇ થી નથી મળતી. બધી વસ્તુઓ આડે આવે છે. તમારી પત્ની , તમારો પડોશી, તમારા ઈશ્વરો, તમારા ધર્મો, તમારી પરંપરા વગેરે તમેજ તેમનું સર્જન કર્યું છે. કારણકે તમારે સલામતી જોઈએ છે. અને જે મન સલામતી ઝંખે છે. તેને તે ક્યારેય મળતી નથી. જો તમે તમે વિશ્વમાં થોડું નિરીક્ષણ કર્યું હોય તો તમે જાણતા હશો કે અહી સલામતી જેવી કોઈ બાબત જ નથી પત્ની મૃત્યુ પામે છે. પતિ મૃત્યુ પામે છે, પુત્ર ભાગી જાય છે, કોઈ ને કોઈ બનાવ બને છે. જીવન સ્થિર કરવા મથીએ છીએ. કોઈ સંબંધ સ્થિર નથી કારણ કે સમગ્ર જીવન ગતિશીલ છે. આજ બાબત ગ્રહણ કરવાની છે. આ જ સત્ય જોવાનું છે. અનુભવવાનું છે. આ એવું કાંઈ નથી કે જેની સામે દલીલ કરાય ત્યારે તમે જોશો જેમ જેમ તમે તપાસતા જશો તેમ તેમ તમને જણાશે કે આજ ધ્યાન ની ખરી પ્રક્રિયા છે. પરંતુ તે શબ્દ થી સંમોહિત ન થતાં દરેક વિચારથી સભાન થતું, તે કયા સ્ત્રોતમાં થી ઉદભવે છે અને તેનો આશય શો છે તે જોવું અને જાણવું એ ધ્યાન છે અને એક જ વિચાર માં સમાવિષ્ટ બધી બાબતને જાણવાથી મનની સંપૂર્ણ પ્રક્રિયાની સમજ મળે છે.
ધ્યાન
ધ્યાનને સમજવા માટે સૌ પ્રથમ વિચાર અને વિચારકને સમજી લઈએ સચ્ચાઈ એ છે કે વિચાર અને વિચારક અલગ નથી તે તો અભિન્નપણે એક જ છે. ધ્યાનમાં વિચારક ન હોઈ શકે એટલે કે વિચારનો અંત આવવો જોઈએ કોઈ પરિણામ મેળવવા માટે આગળ વધવાની ઈચ્છાને પ્રેરે એવા વિચારનો અંત આવવો જોઈએ. ધ્યાનને પરિણામ મેળવવા સાથે કોઈ નિસ્બત નથી. તે કોઈ વિશિષ્ટ રીતે વિશ્વાસ લેવા કે મુક્વાની બાબત નથી. કે નથી તે નાસ્તિકોને ને જોવાની ક્રિયા, તે કુંડલીની શક્તિ જાગૃત કરવા બાબત ની કોઈ યુક્તિ પણ નથી તે આવી બીજી બધી અપરિપક્વ અને વાહિયાત બાબતો નથી .ધ્યાન જીવનથી અલગ હોય તેથી કોઈ બાબત નથી. જ્યારે તમે મોટરગાડી ચલાવતા હોય અથવા બસમાં બેઠા હો, જ્યારે તમે વાતોના લગાતાર તડાકા મારતા હો, જ્યારે તમે જંગલમાં એકલા ચાલતા હો અથવા પવનમાં આમતેમ ઉડતા પતંગિયાનું નિરીક્ષણ કરતા હો ત્યારે પસંદગી રહિત જાગૃતિ (choice less awareness) દ્વારા આ બધા થી સભાન થવું એ ધ્યાનનો જ અંશ છે.
(આધાર – The book of life)
