સાણંદમાં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામ ધૂમથી ઉજવણી
આજે રવિવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે સાણંદમાં પણ વિવિધ કાર્યક્રમો થાય છે. સાણંદના લોકોના હદયમાસ ગુરુ સ્થાને બિરાજનાર પ્રાત સ્મરણીય બ્રહ્મલીન સંત મુનીદાસજી મહારાજના સમાધિસ્થાન મુની આશ્રમે પરંપરાગત રીતે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. મહા આરતી, ગુરુ પાદુકા પૂજન તેમજ ભજન કીર્તન જેવા કાર્યક્રમો થયા હતા.
બપોર સુધીમાં હજારો ભાવિકો ઉમટયા હતા.સાથે શાંતિપુરા ખાતે લંબેનારાયણ આશ્રમ ખાતે સંત મહામંડલેશ્વર 1008માં વિશ્વેશ્વરી ભારતી માતાજી, મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતીજી મહારાજ મહંત શ્રી ભારતી આશ્રમ સરખેજ, શંકર તીર્થ આશ્રમે સંત શ્રી પૂજ્ય આનંદનાથ મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય ગુરુ પુર્ણિમાની ઉજવણી કરાઇ છે. વિરમગામ તાલુકાનાં કમીજલામાં સંત ભાણ સાહેબના સમાધિ સ્થાને ગુરુ પુર્ણિમાની ભવ્ય ઉજવણી મહોત્સવ યોજાશે.
