ગુજરાતમાં વકરતો ચાંદીપુરા વાયરસ, 71 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 21 જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 71 કેસ નોંધાયા છે, હાલમાં કુલ 41થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 3 દર્દીઓ સાજા થતા તેમને રજા પણ આપવામાં આવી છે.
