રામોલમાં 3 વર્ષનો બાળક ઘરની બહાર રમતો હતો ત્યારે આઇસરનું ટાયર ફરી વળતાં મોત નીપજ્યું

શહેરના રામોલમાં ઘરની બહાર એક 3 વર્ષનો બાળક રમી રહ્યો હતો. ખુલ્લા મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે એક આઈસર મેદાનમાં પડી હતી જે ચાલુ થતાં બાળક ટાયર નીચે આવી ગયો હતો, જેના કારણે બાળકનું માથું ફાટી ગયું હતું. બાળકનું સ્થળ પર જ મોત થયું હતું. આ અંગે બાળકના નાનાએ આઇ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રામોલમાં કલીમખાન ઇસ્લામાબાદ સોસાયટીમાં રહે છે. તેમની દીકરી દોઢ મહિનાથી તેના નાના ત્રણ બાળકો સાથે પિતાના ઘરે રહેતી હતી. કલીમખાનની દીકરી રાજુદાખાન 2 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી. રાજુદા ખાનનો ત્રણ વર્ષનો બાળક સોસાયટીની બહાર ખુલ્લા મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે મેદાનમાં પડેલી એક આઇસર ગાડી ડ્રાઈવરે ચાલુ કરી હતી, જેમાં રમતું બાળક પાછળના ટાયર નીચે આવી ગયું હતું .બાળકના માથા પરથી ટાયર ફરી વળતાં ખોપડી ફાટી ગઇ હતી અને ગંભીર ઈજા પહોચી હતી. જેથી, 108ને બોલાવવામાં આવી છે. જોકે, 108ની ટીમે બાળકને મૃત જાહેર કરી દીધો હતો. આ અકસ્માત અંગે બાળકના નાનાએ આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Social