Breaking News

સાણંદના ૫ લબર મુછિયા યુવાનો બાઇકચોરીના રવાડે ચડ્યા : પોલીસે ૨૨ બાઈક સાથે ઝડપી લીધા

સાણંદ વિભાગના ડીવાયએસપી ડી એસ ચૌહાણ તેમજ સાણંદ જીઆઇડીસી પીઆઇ જે આર ઝાલાએ આ ગેંગને ઝબ્બે કરવા ટિમ બનાવી તપાસ હાથ ધરતા સ્ટાફના પોકો વિષ્ણુભાઈ તરસંગભાઇ ને મળેલ બાતમીને આધારે સમગ્ર મામલે તાપસ હાથ ધરતા બાઇકચોર ગેંગનો પર્દાફાશ થયો હતો.મળેલ બાતમીને આધાર સૌ પ્રથમ હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર રહે.ગણેશ પાર્ક,સાણંદ નાનો ચોરીનુ સુઝુકી કંપનીનુ એક ગ્રે કલરનુ એક્ષેસ ૧૨૫ લઇ જતો હોવાની હકીકત મળેલ જે હકીકત આધારે સદર ઇસમને પકડી વાહન કબ્જે કરી તપાસ કરતા સદર ટુ વ્હીલર વાહન બોપલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૨૦૧૧૨૪૦૪૪૬/૨૦૨૪ આઈ.પી.સી. કલમ-૩૭૯ મુજબના ગુનાના કામે ચોરી થયેલ હોઈ આ ઈસમને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા સમગ્ર રેકેટ પકડાતા પોલીસે સમગ્ર રેકેટમાં પાંચ ઈસમોની કુલ ૨૨ ચોરાયેલ વાહનો સાથે ધરપકડ કરી હતી .
બાઇકચોરીમાં ઝડપાયેલા આરોપીઓ
(૧) હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર રહે.ગણેશ પાર્ક,સાણંદ સાથે સહ આરોપી (૨) જયેશભાઇ ઉર્ફ વિશાલ અરવિંદભાઇ ઠાકોર રહે.રૂષિકેશ સોસાયટી ભાવનાથ મંદીર પાસે, સાણંદ (૩) કાળાભાઇ ઉર્ફ કરણ દીલાજી ઠાકોર રહે. આગમ સોસાયટી સાણંદ (૪) હાર્દીકભાઇ મુકેશભાઇ કો.પટેલ રહે.ઉપરદળ તા.સાણંદ (૫) દશરથભાઇ મેરૂભાઇ સેનવા રહે.રણમલગઢ સેનવાવાસ તા.સાણંદ

Social