શીખવા માટે મન શાંત હોવું જોઈએ- જે. કૃષ્ણ મૂર્તિ

કોઈ પણ નવી વસ્તુ શોધવા માટે તમારે જાતે, તમારી રીતે જ શરૂઆત કરવી પડે; તમારે એ યાત્રા બીલ્કુલ અનાવૃત – ખાલી થઇ ને, ખાસ કરીને જ્ઞાન રહીત થઈને કરવી રહી, કારણકે જ્ઞાન અને માન્યતા દ્વારા અનુભવો મેળવવા એ તો સાવ સહેલી વાત છે. પરંતુ એવા અનુભવોતો કેવળ પોતાના મનની જ નીપજ હોય છે અને તેથી જ તો તે સાવ અવાસ્તવિક અને ખોટા હોય છે. નવું શું છે એ જો તમારે તમારી જાતે જ શોધવાનું હોય તો જૂની બાબતોનો, ખાસ કરી ને જ્ઞાનની બાબતમાં, ભલે પછી તે જ્ઞાન ગમે તેટલંન મહત્વનું હોય, પણ તેનો બોજ ઉંચકીને ચાલવું કોઈ પણ રીતે સારું નથી. તમે તમારા એ જ્ઞાનનો ઉપયોગ પોતાના વિચારોને તમારી સલામતી ને વ્યકત કરવાના સાધન તરીકે કરો છો અને તમને બુદ્ધ અથવા ખ્રિસ્ત અથવા બીજા કોઈ જેવા જ અનુભવો થાય એ સુનિશ્ચિત કરવા માંગો છો. પરંતુ પોતાને જ્ઞાન વડે પોતાને સતત સુરક્ષિત રાખવા માંગતો માણસ સ્વાભાવિક પણે સત્ય શોધક નથી …
સત્ય ને શોધવા માટે અહીં કોઈ માર્ગ નથી…. જયારે તમે કાંઈ નવું શોધવા ઇચ્છતા હો, જયારે તમે કોઈ બાબત અજમાવી રહ્યા હો ત્યારે તમારું મન એકદમ શાંત હોવું જોઈએ ? જો તમારું મન વિચારો થી ઠસોઠસ ભરેલું હોય, હકીકતો અને જ્ઞાનથી ભરેલું હોય તો તે બધું નવું શોધવામાં અડચણરૂપ બને છે. આપણા માના મોટાભાગના લોકોની મુશ્કેલી એ છે કે આપણા માટે મન બહુ મહત્વનું બની ગયું છે. અને તે આપણા ઉપર જબરું વર્ચસ્વ ધરાવે છે. તે જે કાંઈ નવું હોય , જૂની અને જાણીતી બાબતો ના વિષે જે કાંઈ નવું હોય તે બધામાં સતત દખલ કર્યા જ કરે છે . આમજે લોકો સત્ય પામવા ઈચ્છે છે. તેમને માટે તથા જે કાલાતીત છે. તેને સમજવાનો પ્રયત્ન કરવા ઈચ્છે છે. તેમને માટે જ્ઞાન અને શીખેલી બાબતો અવરોધરૂપ બને છે.
શીખવું એ અનુભવ નથી
શીખવું શબ્દ બહુજ મહત્વનો છે. શીખવાનું બે પ્રકારનું હોય છે. મોટા ભાગના લોકો માટે શીખવું એટલે જ્ઞાન, અનુભવ ટેકનોલજી, આવડત અને ભાષાનો સંગ્રહ કરવો બોજો પ્રકાર માનસિક પણે શીખવાનો પણ છે. અનુભવ દ્વારા શીખવું જીવનમાં હમણાં થયેલા અનુભવો હોય છે જે જે અનુભવો કાંઈક અવશેષ છોડી જાય છે. અને જેમાં કોઈ પરંપરા જાતિ, સમાજ, વગેરેનો સંદર્ભ હોય છે. જીવન કેવી રીતે જીવવું તે શીખવા માટે આપણી પાસે શારીરિક કુશળતા અને માનસિક કુશળતા એવા બે પ્રકાર છે, એક બાહ્ય કુશળતા છે અને બીજી આંતરિક કુશળતા. ખરેખર તો એ બે વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદ રેખા નથી. ઘણી વાર એક કૌશલ્ય બીજા કૌશલ્ય ઉપર છવાઈ જાય છે. પરંતુ થોડી વાર પૂરતું આપણે એકધારા અભ્યાસ થી મળતી કુશળતા જેમ કે અભ્યાસ કરવા થી મળતું ટેકનોલોજીનું જ્ઞાન અને આવી વિધા-સંપાદન કરવા વિષે આપણે વિચાર નહિ કરી એ. આપણે જેની સાથે નિસ્બત છે તે માનસિક કૌશલ્ય છે કે જેને આપણે યુગો યુગો થી પરંપરા દ્વારા જ્ઞાનના સ્વરૂપે અથવા અનુભવના સ્વારૂપમાં મેળવ્યું છે. એને આપણે શીખવું કહીએ છીએ . હું તેની સામે સવાલ ઉઠાવું છું કે શું તેને શીખવું કહેવાય ખરું ? હું ભાષા કે કોઈ ટેક્નિક શીખવાની વાત નથી કરી રહ્યો , પરંતુ હું એમ કહું છુ કે શું આ મન ક્યારેય માનસિક પણે શીખે છે. ખરું ? તે કાંઈક તો શીખ્યું છે. તે જે શીખ્યું છે, તેથી તે જીવનના પડકારોનો સામનો કરે છે. તે હંમેશા જીવનને અને નવા પડકારને પોતેજ શીખ્યું છે તેના સંદર્ભમાં જ ઢાળવાનો પ્રયત્ન કરે છે . આપણે આમ જ કરી રહ્યા છીએ. શું આને શીખવું કહેવાય ? શું શીખવામાં કાંઈક નવી બાબતનો હું ન જાણતો હોઉં અને શીખી રહ્યો હોઉં એવું કાઈંક એવો અર્થ નથી નીકળતો ? જો હું જે કાંઈક જાણું છું તેમાંજ હું કાંઈ વધારો કરું તો તેને શીખવું ન જ કહેવાય.
શીખવું ક્યારે શક્ય બને ?
કોઈ પણ બાબતમાં ઊંડા ઉતરી ને તપાસ કરવી તથા શીખવું એ મનનું કાર્ય છે . શીખવાનો – અર્થ હું માત્ર યાદશક્તિ કેળવણી કે જ્ઞાન નો ( માહિતીનો ) સંગ્રહ કરવો એવો નથી કરતો , પરંતુ સ્પષ્ટ પણે અને ડહાપણ સાથે ભ્રમ વગર વિચારવું એવો કરું છું. હકીકત થી શરૂઆત કરવી જોઈએ નહિ કે માન્યતા અને આદર્શો થી જોતારણ કે નિષ્કર્ષ વિચારનાં મૂળમાં હોય તો તે શીખવાનું ન કહેવાય. માત્ર માહિતી અને જ્ઞાન મેળવવું અને શીખવાનું ન કહેવાય. શીખવાની ક્રિયા સમજવા માટે ના પ્રેમને અને કોઈ પણ બાબતને તેની રીતેજ થવા દેવા પ્રેમને સૂચવે છે.જયારે શીખવામાં કોઈપણ પ્રકારનું દબાણ કે બળ જબરી ના હોય ત્યારે શીખવું શક્ય બને છે. દબાણ ઘણા વિવિધ સ્વરૂપે થતું હોય છે શું નથી હોતું ? પ્રભાવ ધમકી આસક્તિ કે સમજાવવના અથવા સૂક્ષ્મ પ્રલોભન જેવા વિવિધ સ્વરુપે દબાણ થતું હોય છે.
મોટાભાગ ના લોકો એમ વિચારે છે કે શીખવાની ક્રિયા ને સરખામણી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. પરંતુ હકીકત તેનાથી સાવ ઉલટી જ છે. સરખામણી થી નિરાશા ઉપજે છે. અને તે માત્ર ઈર્ષાને પ્રોત્સાહન આપે છે. તેને હરીફાઈ કહેવામાં આવે છે. અન્ય સ્વરૂપોની જેમે સરખામણી પણ શીખવાની ક્રિયાને અટકાવે છે. અને ભય ઉત્પન્ન કરે છે .
શીખવાનું ક્યારેય સંગ્રહિત નથી હોતું.
શીખવું એ એક વાત છે અને જ્ઞાન પ્રાપ્ત કરવું એ બીજી વાત છે. શીખવાની ક્રિયા સતત ચાલતી રહતી ક્રિયા છે . તે સરવાળો કરવા જેવી ક્રિયા નથી તે પહેલા મેળવી લો પછી તે મુજબ કામ કરો એવી ક્રિયા નથી . મોટા ભાગના લોકો જ્ઞાનનો સ્મૃતિ તરીકે , વિચારના રૂપ માં અનુભવ તરીકે સંગ્રહ કરે છે અને પછીતે મુજબ કાર્ય કરે છે. એટલેકે આપણે જ્ઞાન મુજબ ટેકનોલોજીના જ્ઞાન પ્રમાણે અનુભવના સ્વરૂપ માં જ્ઞાને મુજબ પરંપરા ના સ્વરૂપ માં અને પોતાની વિશિષ્ટ ખાસિયતના વલણમાંથી નીપજેલા જ્ઞાન અનુસાર મળેલા જ્ઞાન મુજબ કાર્ય કરીએ છીએ , એના આધારે તે જ્ઞાન ના અનુભવના પરંપરાના સંગ્રહ સાથે આપણે કાર્ય કરી એ છીએ . તે પ્રક્રિયા માં શીખવાની ક્રિયા થતી નથી. શીખવાનું ક્યારેય સંગ્રહિત નથી હોતું. તે અવિરત સતત ચાલતી રહેતી ગતિ છે.
હું નથી જાણતો કે તમે ક્યારેય આ પ્રશ્ન માં ઊંડા ઉતર્યા છો કે નહિ : શીખવું એટલે શું અને જ્ઞાનને પ્રાપ્ત કરવું એટલે શું…. શીખવાનું ક્યારેય સંગ્રહિત નથી હોતું . તમે શીખવાની બાબતો નો સંગ્રહ કરીને રાખો પણ ત્યાર બાદ તે સંગ્રહ માંથી કાર્ય કરો તેવું ન કરી શકો. જેમ જેમ તમે આગળ વધો છો તેમ તેમ તમે શીખતાં જાઓ છો. આમ અહીં ક્યારેક જૂની , બગડેલી કે ઘટેલી કોઈ ક્ષણ હોતી નથી
( “ The book of life ” માંથી કેટલાક અંશો )