Editors View

અમદાવાદ ટ્રાફિક પોલીસની હાઇકોર્ટ દ્વારા ઝાટકણી અને સાણંદમાં ટ્રાફિક નિયમનની સ્થિતિ

ગઈકાલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાફિક પોલીસની ઝાટકણી કાઢવામાં આવી હતી , આડેધડ વાહન પાર્કિંગ , હેવી વાહનો અને માલવાહક વાહનો તેમજ પેસેન્જર વાહનોને ગમે ત્યાં ઉભા રાખવા અને અન્ય સમસ્યાઓને લઈને હાઇકોર્ટે ટ્રાફિક પોલીસને ધારદાર સવાલો કર્યા છે ત્યારે આપણા સાણંદની વાત કરીએ તો સાણંદમાં પણ ટ્રાફિક પોલીસનું નિયમન અનેક સવાલો ઉભા કરે તેવું છે.
સાણંદ સરખેજ હાઇવે ઉપર આવેલા મુખ્ય બાયપાસને બાદ કરતા સાણંદના અન્ય કોઈ ટ્રાફિક જંક્શને ટ્રાફિક નિયમન થતું નથી. સાણંદના મુખ્ય જંકશન ગણીએ કે જ્યાં ટ્રાફિક નિયમનની ખરેખર જરૂર છે તો સાણંદ બાયપાસ જ્યાં ટ્રાફિક નિયમ થાય છે કારણ અહીં ટ્રાફિક પોઇન્ટ છે અને કર્મચારીઓની ફોજ હોય છે , બીજું સાણંદ ગઢીયા ચાર રસ્તા અહીં મિનિમમ બે થી ત્રણ કર્મચારી હોય તો જ ટ્રાફિક નિયમન વ્યવસ્થિત થઇ શકે એના બદલે અહીં માત્ર એક કર્મચારી હોય છે જેને લીધે સવારથી સાંજ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે , ત્રીજું નળસરોવર ચોકડી અહીં પણ મિનિમમ એક ટ્રાફિક કારમી હોવો જોઈએ પણ અહીં એક પ[ણ નથી અને છેલ્લે જ્યાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યા સર્જાય છે તે સાણંદનો બસસ્ટૅન્ડ વિસ્તાર , અહીં ત્રણ રસ્તાની સાથે સાથે શહેરનું મુખ્ય બજાર અને બસસ્ટૅન્ડ , રીક્ષા સ્ટેન્ડ અને એએમટીએસ સ્ટેન્ડ હોવાથી અહીં મિનિમમ ચાર થી પાંચ કર્મીઓ ટ્રાફિક નિયન કરે તે જરૂરી છે પણ અહીં ટ્રાફિક કર્મીઓની હાજરી ભાગ્યે જ દેખાય છે. અને છેલ્લે સાણંદનો ગૌરવ પથ એટલેકે સાણંદની મુખ્ય બજાર અહીં પણ આખી બજારમાં ગણીએ તો ચારેક કર્મીઓની જરૂર ખરી કે જે વ્યવસ્થિત નિયમન કરાવી શકે. અત્રે ઉલ્લેખનીય છે સમગ્ર શહેરમાં પોઈન્ટો દેખિતાજ છે અને અહીં ટ્રાફિક નિયમન સુઆયોજિત રીતે કરવામાં આવે તો શહેરીજનોને આ સમસ્યામાંથી ચોક્કસ છુટકારો મળી શકે.
સાણંદના આ જંકશન જ્યાં ટ્રાફિક નિયમનની તાતી જરૂરિયાત
૧) ગઢીયા ચાર રસ્તા
૨) નળસરોવર ત્રણ રસ્તા
૩) સાણંદ એસટી બસ સ્ટૅન્ડ જંકશન
૪) સાણંદ મુખ્ય બજાર

તસ્વીર પ્રતીકાત્મક છે
તસ્વીર પ્રતીકાત્મક છે
Social