ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના લીધે ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાકમાં જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, આણંદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ તોફાની બેટિંગ કરી રહ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના મળીને 11 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના લીધે પ્રશાસન એકશન મોડમાં જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડશે. ત્યારે કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી ખતરો જોવા મળી રહ્યો છે.
