ગુજરાતના 206 તાલુકામાં વરસાદની મહેર, સુરતમાં ધમાકેદાર બેટિંગ
ગુજરાતમાં ભારે વરસાદના લીધે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઇ જતા અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 206 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સુરત જિલ્લાના ઉમરપાડામાં 11 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે
સુરત જિલ્લાના ઉમરપાડામાં 11 ઈંચ, પલસાણામાં 10 ઈંચ, ખેરગામમાં સાડા 9 ઈંચ, કામરેજમાં 8 ઈંચથી વધુ, બારડોલીમાં 8 ઈંચ, માંગરોળ અને સુરત શહેરમાં સાડા 6 ઈંચ, મહુવામાં 6 ઈંચ, માંડવી અને ચોર્યાસીમાં સાડા ચાર ઈંચ અને ઓલપાડમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ ખેરગામમાં પોણા 10 ઈંચ, વિસાવદરમાં પોણા 9 ઈંચ, દ્વારકામાં 189 મીમી, વઘઈમાં 185 મીમી, વ્યારામાં 7 ઈંચ, વાંસદામાં 170 મીમી, નવસારીમાં 164 મીમી, જોડિયામાં 158 મીમી, કચ્છના માંડવીમાં 154 મીમી, ડાંગ-આહ્વામાં 154 મીમી, મુંદ્રામાં 152 મીમી, ડોલવણમાં 151 મીમી વરસાદ નોંધાયો છે.
