સાણંદ તાલુકામાં ફરતા હોમિયોપેથી તેમજ આયુર્વેદ દવાખાનાની ભેટ

સાણંદ તાલુકા ખાતે આયુષ સેવાઓનો વ્યાપ વધારવા માટે જિલ્લા પંચાયત સ્વભંડોળ માંથી ફરતું હોમિયોપેથી અને આયુર્વેદ દવાખાના (મોબાઈલ વાન માં ફરતું દવાખાનું )શરુ કરવામાં આવ્યું જેનું સાણંદ CHC અને ચેખલા PHC ખાતે બુધવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા ,તાલુકા પંચાયત પ્રુખ વસંતબા કિરીટસિંહ વાઘેલા , જિલ્લા પંચાયત સદસ્ય મોરૈયા ભરતભાઈ,જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ દાવડા, તાલુકા ભાજપ પ્રમુખ ખોડભાઈ પટેલ, ભાજપ આગેવાન જગદિશસિંહ વાઘેલા તથા CHC સુપરિન્ટેન્ડેન્ટ અને અન્ય સ્ટાફની હાજરીમાં કરાયુ .

જેમા ડો.ઇન્દ્રજીતસિંહ વાઘેલા (આયુર્વેદ મેડિકલ ઓફિસર સોલા સિવિલ ) ડો.હિરેન વ્યાસ (હોમિયોપથી મેડિકલ ઓફિસર મોડસર) અને આરોગ્ય સ્ટાફએ સેવાઓ આપી. આ મોબાઇલ વાન દર મહિનાનાં બીજા અને ચોથા બુધવારે સવારે 9 થી 12 સાણંદ CHC અને 12 થી 3 ચેખલા PHC આવશે .હાલમાં શિયાવડા ખાતે આયુર્વેદ અને મોડાસર ખાતે હોમીયોપેથી સારવાર ઉપલબ્ધ છે હવે સાણંદ અને ચેખલાને લાભ મળશે.

Social