Breaking News
સાણંદના ઉલરિયા પાસે રિક્ષા ચાલક પાસે મેમો ન ફાડવા રૂ.100ની લાંચ લેતા વચેટિયો પકડાયો
ચાંગોદર પોલીસ સ્ટેશન હેઠળના ઉલારિયા ચાર રસ્તા ટ્રાફિક બૂથ પાસે ટ્રાફિક પોલીસ વતી એક ખાનગી માણસ વાહન ચાલકો પાસેથી રૂ.100થી 2 હજાર પડાવે છે તેવી માહિતી એસીબીની ટીમને મળી હતી, જેથી એસીબીની ટીમે છટકું ગોઠવી એક લોડિંગ રિક્ષાચાલકને ત્યાં મોકલ્યો હતો.
ઉલારીયા ચાર રસ્તા ટ્રાફિક બુથ આગળ ખાનગી માણસ ફારૂક યુસુફભાઇ કરાર (રહે. મકરબા) લોડીંગ રીક્ષા ઉભી રખાવીએ ડ્રાઇવરને રૂ.1 હજારનો મેમો ન આપવા બદલ રૂ.200ની લાંચની માગણી કરી હતી, પરંતુ અંતે રૂ.100 લીધા હતા. ફારુકે પૈસા લેતાંની સાથે જ એસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો. એસીબીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
