માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરતાં અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે
અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.એ માંડલ તાલુકાના સીતાપુર, ઉઘરોજ, ઉઘરોજપુરા ગામની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરએ ત્રણેય ગામની મુલાકાત લઈ પ્રજાકીય કાર્યોની સમીક્ષા કરી હતી.કલેકટરએ ત્રણેય ગામના સરપંચ સહિત ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો અને સ્થાનિક પ્રશ્નો વિશે માહિતી મેળવી તેના યોગ્ય નિરાકરણ બાબતે સબંધિત અધિકારીઓને સૂચના પણ આપી હતી. વધુમાં કલેકટરએ ગામોમાં સ્વચ્છતા બાબતે પણ ભાર મૂકવા કહ્યું હતું.
વધુમાં, જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.એ ત્રણેય ગ્રામ પંચાયતના કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા આ ઉપરાંત વિકાસના કાર્યોની પણ સમીક્ષા કરી હતી તથા ત્યાં હાજર સબંધિત અધિકારીઓને આ બાબતે જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ ઉપરાંત કલેકટર રેકર્ડ નિરીક્ષણ કરી હાજર અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી સૂચન કર્યા હતા.આ મુલાકાત દરમિયાન મામલતદાર હર્ષા રાવલ, પ્રાંત અધિકારી વિરેન દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી વિકાસ કુમાર અને સ્થાનિક વહીવટીતંત્રના લોકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
