રાજ્યમાં જીવલેણ ચાંદીપુરા વાયરસે મચાવ્યો કહેર, અત્યાર સુધી કુલ 118 કેસ નોંધાયા
ગુજરાતમાંમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધી કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 23 કેસો હાલ પોઝિટિવ છે. ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધી કુલ 41 મોત થયા છે. ચાંદીપુરા વાયરસના કારણે હોસ્પિટલમાં 54 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં સાબરકાંઠા-10, અરવલ્લી 06, મહીસાગર 02, ખેડા 06, મહેસાણા 07, રાજકોટ 05, સુરેન્દ્રનગર 04, અમદાવાદ કોર્પોરેશન 11, ગાંધીનગર 6, પંચમહાલ 15, જામનગર 6, મોરબી 5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટા ઉદેપુર 2, દાહોહ 2, બરોડા 6, નર્મદા 02, બનાસકાંઠા 05, બરોડા કોર્પોરેશન 02, ભાવનગર 01 ,દ્રારકા 01, રાજકોટ કોર્પોરેશન 04, કચ્છ 1, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 2, અમદાવાદ અને જામનગર કોર્પોરેશન ખાતે એક એક કેસ સામે આવ્યા છે.
કુલ 23 કેસો પોઝિટિવ આવ્યા
સાબરકાંઠા-03, અરવલ્લી-02, મહિસાગર 01, ખેડા-01, મહેસાણા-02, સુરેન્દ્રનગર 01, અમદાવાદ કોર્પેરેશન-02, ગાંધીનગર-01, પચમહાલ-03, જામનગર-01, મોરબી-01, દાહોદ 01, બરોડા-01, બનાસકાંઠા-01, દ્વારકા-01, તેમજ કચ્છ-01 કેસ ચાંદીપુરના જોવા મળ્યા.
41 દર્દીઓના મોત નિપજ્યા
જેમાં સાબરકાંઠા-02, અરવલી-03, મહીસાગર-02, ખેડા-01, મહેસાણા-02, રાજકોટ-03, સુરેન્દ્રનગર-01, અમદાવાદ કોર્પોરેશન-04, ગાંધીનગર-02, પચમહાલ-05, જામનગર-01, મોરબી-03, ગાંધીનગર કોર્પેરેશન-02, દાહોદ-02, બરોડા-01, બનાસકાંઠા-03, બરોડા કોર્પોરેશન-01, દ્વારકા-01, સુરત કોર્પોરેશન-01 તેમજ જામનગર કોર્પોરેશન-01 એમ કુલ-41 દદીઓ મૃત્યુ પામેલા છે.
