સાણંદના ગોધાવી ગામેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત

બોપલ પોલીસને બાતમી મળેલ કે સાણંદ તાલુકાના ગોધાવી ગામમાં મંદીરની બાજુમાં રહેતો જયદીપસિંહ હરદેવસિંહ વાઘેલા તેના ઘર ની સામે આવેલ તેના વાડા માં લાકડાની ઓથમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂનો જથ્થો સંતાડેલ છે અને છુટક માં વેચવાનો ધંધો કરે છે, જેથી બોપલ પોલીસની ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરી હતી, પોલીસે વાડામાં લાકડા હટાવી જોતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂની 31 નંગ બોટલો જેની કિંમત 17300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બોપલ પોલીસે રેડ કરી તે દરમ્યાન જયદીપસિંહ હરદેવસિંહ વાઘેલા હાજર ન મળી આવતા બોપલ પોલીસે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે.

Social