અમદાવાદમાં એક પિસ્ટલ, બે કારતૂસ સાથે ત્રણને ઝડપી લેવાયા
ત્યારે શહેરમાં વાહન ચેકીંગ દરમિયાન ટ્રાફિક પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી. પોલીસે એક પિસ્ટલ, બે કારતૂસ અને ચાર મોબાઈલ ફોન સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા
ટ્રાફિક આઈ ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈ સી. આર. રાણાની સૂચના મુજબ ઓઢવ વિસ્તારમાં અદાણી સર્કલ વિસ્તારમાં વાહન ચેકીંગ તેમજ ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન એક ગાડીને પોલીસે રોકી હતી.આ ગાડીમાં ત્રણ શખસો બેઠા હતાં. ગાડીનું ચેકિંગ કરતાં એક દેશી હાથ બનાવટની પિસ્તોલ હોવાનું જણાતા પોલીસે કબજે કર્યો હતો. તે ઉપરાંત પોલીસે ત્રણેય શખસને ગાડીની બહાર ઉતારીને તેમની પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ તેમનું નામ અંકિત શર્મા, જગદીશ સાલવી અને રાધેશ્યામ ભાટ હોવાનું જણાવ્યું હતું. ત્રણેય જણા રાજસ્થાનના હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી 5.29 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
