Breaking News
ધોળકાના ગુંદી ગામેથી ફરી વખત બોગસ ડોક્ટર પકડાયો, અગાઉ 5 વર્ષ પહેલા પણ આજ બોગસ ડોક્ટર પડકાયો હતો !
ધોળકાના ગામડાઓમાં ફરી એક વખત બોગસ ડોક્ટર ગ્રામ્ય એસઓજીના હાથે પકડાયો છે. જીલ્લામાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા માટે એસ.ઓ.જી. ટીમે તપાસમાં હતી ત્યારે એ.એસ.આઇ. ભરતસિંહ ખુમાનસિંહ અને પો.કો. રામદેવસિંહ ભાવસિંહને સંયુક્ત બાતમી હકીકત મળેલ જે ધોળકાના ગુંદી ગામે એ.ડી.સી બેંક ની બાજુમાં દુકાન ભાડેથી રાખી ડોક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબની પ્રેક્ટીસ કરતો હોવાથી પોલીસે છાપો મારતા એલોપેશીક દવાઓ આપતો આરોપી સંજય જીતેંદ્ર બિસવાસ (હાલ રહે.ગુંદી ધોળકા મુળ પશ્ચીમ બંગાળ)ને જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા તથા મેડીકલના સાધનો મળી કુલ કિ.રૂ.૩૪,૧૬૧.૨૮ના મુદ્દામાલ કબ્જે કરી તેની પકડી કોઠ પો.સ્ટે.માં ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટ ની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
હાલ પકડાયેલ બોગસ ડોક્ટર સંજય આશરે 5 વર્ષ અગાઉ પણ આજ ધોળકાના ગુંદી ગામેથી બોગસ ડોક્ટર તરીકે પોલીસે પકડાયો હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
