દારુડીયા પુત્રથી કંટાળી આખરે માતાએ અભયમ ટીમની મદદ લીધી
શહેરમાંથી એક પીડીત મહિલાએ 181માં કૉલ કરી ક્હ્યું હતું કે તેઓ તેમના પુત્રથી કંટાળી ગયા છે .પુત્ર વ્યસની હોવાથી તેઓએ તેને સુધારવા કોઈ પ્રયત્ન બાકી રાખેલ નથી . જેથી ખાનગી અખબારમાં અભયમ વિશે વાંચતા આખરે અભયમ ટીમની મદદ લેવાનું વિચાર્યું હતું. જેથી 181 ટીમેં સ્થળ પર પહોંચી પીડિતાને મળતા જ તેઓ રડી પડ્યા હતા. જ્યાં તેઓને સાત્વના આપી શાંત કરાવેલ ત્યારબાદ તેમનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે તેમને બે પુત્રો છે જેમાં ,મોટો પુત્ર છેલ્લા બે વર્ષથી દારૂની લતે ચડી ગયેલ. પીડીતાએ અનેક અથાગ પ્રયત્નો કરવા છતાં પુત્ર માં સુધારો થયો નથી હવે ,તો રોજ પુત્ર દારૂ પી અસ્વસ્થ અવસ્થામાં ઘરે આવે છે.
જેથી, પીડિતાને સોસાયટીમાં નીકળતા પણ શરમ અનુભવે છે તેમજ ખટકાય છે. પુત્રની અવનવી હરકતોથી હારી જતા વાત કરતા તેઓ રડી પડ્યા હતા. ત્યારબાદ મોટા પુત્ર નું કાઉન્સિલિંગ કરતા તેણે ભૂલ સ્વીકારી હતી. અને ડિવોર્સ પછી તેમને શું થઈ ગયું છે તેનું તેને કઈ સમજાતું નથી. બસ ,શરીરના અંગો ધ્રૂજે છે જેના કારણે મારે દારૂ પીવો પડે છે તેમ જણાવ્યું હતું. 181 ટીમે પીડિતા અને તેના પુત્ર નું કાઉન્સિલ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ પીડિતાના પુત્ર એ હવે પછી દારુ નહીં પીવું અને યોગ્ય સારવાર કરાવીશ તેવી બાંહેધરી આપી હતી. આમ 181 ટીમે સુખદ સમાધાન કરાવી કૉલ પુર્ણ કર્યો હતો.
