ચેખલા ગામ પાસે ટ્રક અને કારનો અકસ્માત સર્જાયો
મહેસાણાના એક બોલેરો ચાલક તેની પત્ની બાળક સાથે પાઇપ ભરી કડી સાણંદ રોડ પર જતો હતો ત્યારે રોડ પર જતાં એક ટ્રક ચાલકે પાછળથી બોલેરોને ટક્કર મારતા અકસ્માતમાં ચાલક સહિત તેની પત્ની,બાળકને ઇજાઓ થઈ હતી.
મહેસાણાના મોહનપુરામાં રહેતા 40 વર્ષીય રાકેશજી મંગાજી ઠાકોર બોલેરો પીકઅપ ગાડી લઈને મહેસાણા થી સાણંદ GIDCમા પાઈપો લઈ જવા માટે એક કામમાં તેઓની પત્નિ સંગીતા, તેઓના નાના દીકરા સાથે પાઈપો ભરી સાણંદ તરફ જવા માટે નીકળ્યા હતા અને ચેખલા ગામ નજીક એક ટ્રકે બોલેરોને પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોને ઇજા થતાં સારવાર હેઠળ ખસેડયા હતા. પોલીસે ચાલક સામે વિરુદ્ધ ગુનો નોંધયો હતો
