સરીના પાટિયા પાસે રાહદારીને રિક્ષા ચાલકે અડફેટે લેતા મોત
સાણંદના સરી પાટિયા પાસે મંદિરે દર્શન કરી રોડ ક્રોસ કરી જતાં યુવકને હાઇવે પર એક રિક્ષાએ અકસ્માત કરતાં યુવકનું મોત થયું હતું.ચાંગોદર પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
સાણંદના સરી ગામેના સંજયભાઈ ડુંગરભાઈ રાઠોડ તેના ગામના પાટિયા પાસે માતાએ દર્શન કરી રોડ ક્રોસ કરતાં દરમ્યાન બાવળા તરફથી એક સી.એન.જી રીક્ષા ચાલક સંજય સાથે અકસ્માત કરતાં સંજયને ગંભીર ઇજા થઈ હતી. સ્થાનિકોએ ઇજાગ્રસ્તને ખાનગી વાહનમાં સારવાર માટે બાવળા દવાખાને ખસેડયો હતો. જ્યાં ડોક્ટરેસંજયભાઈને મોત થયું હોવાનું કહી મરણ જાહેર કર્યો હતા. સંજયના ભાઈએ ચાંગોદર પોલીસમાં રિક્ષા ચાલક સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.
