ધંધુકા પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડાયા

ધંધુકા પોલીસે ધંધુકા વિસ્તારમાંથી પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ સાથે 2 યુવકને પકડીને કુલ ચાર સામે FIR દાખલ કરી છે

ધંધુકા પોલીસ સ્ટેશન PI આર.ડી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ માણસો કામગીરીમાં હતા તે દરમ્યાન એ. એસ. આઇ. હરદીપસિંહ જીતેન્દ્રસિંહને મળેલ ચોક્કસ હકિકત આધારે ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પીરાસર તળાવની પાળ ઉપર રેઇડ કરી તૌફીકભાઈ ઉર્ફે રોમન ઉમરભાઇ દેસાઇ રહે. ધધુકા તથા ગુલામહુશેન ઇબ્રાહીમભાઇ દેસાઇ (રહે.ધંધુકા )ને પકડી તેના કબજા ભોગવટામાથી પરપ્રાંતિય દારૂની બોટલો તથા ક્વાર્ટર નંગ-63, મોબાઇલ ફોન નંગ-૧ મળી કુ રૂ.21,900/- ના મુદ્દામાલ પકડી તથા દારૂનો જથ્થો આપનાર આરોપી નં. (2) સાકીરભાઈ ઉર્ફે ભાણો આરીફભાઈ મેમણ (રહે ધંધુકા) અને વાહીદ ઇકબાલભાઇ પટેલ (રહે ધંધુકા) હાજર નહિ મળી આવતા તમામ વિરુધ્ધ ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન એક્ટ મુજબની ફરીયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.

Social