સાણંદના સનાથલ સર્કલ પાસેથી ચોરાયા મોબાઈલ સાથે યુવક ઝડપાયો

ચાંગોદર પોલીસની ટીમને સાણંદના સનાથલ સર્કલ પાસેથી તાજેતરમાં નવાપુરા બ્રિજ નીચેથી ચોરાયેલ મોબાઈલ સાથે એક યુવકને ઝડપી લીધો હતો અને ચોરેલ મોબાઈલ કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.

ગત.તા.૦૧/૦૭/૨૦૨૪ ના રોજ સરખેજ બાવળા હાઇવે રોડની સાઇડમાં નવાપુસ બીજના છેડે આવેલ લારી ઉપર એક યુવકો નાસ્તો કરતા હતા તે વખતે લારી ઉપર બાજુમાં મુકેલ રેડમી કંપનીનો NOTE 12PRO મોબાઇલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ પોલીસમાં ગુનો દાખલ થતા ચાંગોદર પોલીસ સ્ટાફના માણસો દ્વારા CEIR PORTAL તથા ટેકનીકલ શોર્સીસના માધ્યમની મદદથી આરોપી હાર્દિકકુમાર મનુભાઇ પ્રજાપતી ઉ.વ.૨૮ રહે. મંદીરવાળું ફળીલું, બાજીપુરા ગામ તા.ઉમરેહ જી.આણંદને ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન સાથે સનાથલ સર્કલ પાસેથી પકડી વધુ તપાસ હાથ ધરી છે.

Social