Breaking News

સાણંદના માધવ હોમ્સ કોમ્પલેક્સમાં ધોબીની દુકાનની આડમાં વેચાતો હતો વિદેશી દારૂ, પોલીસે છાપો મારી ૪૫૦૦૦ ના દારૂ સાથે બે ને દબોચ્યા

સાણંદ શહેરમાં ઈંગ્લીશ દારૂનો ધંધો કરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, ડ્રાય કલીનર્સની દુકાનની આડમાં ઉત્તર પ્રદેશનો અને સાણંદનો યુવક ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા હોવાની પોલીસે રેઇડ કરી બન્નેને દબોચ્યા હતા.
સાણંદ પોલીસે બાતમી આધારે સાણંદના માધવ હોમ્સ ફ્લેટની નીચે મેલડી કૃપા ડ્રાય કલીનર્સમાં રેડ કરી દુકાનમાં સંતાડીને રાખેલ વિદેશી દારૂની 114 બોટલો, 41 બીયરના ટીન સાથે આલય ફ્લેટનો કેતુલ નિલેશભાઈ ચૌહાણ અને મેલડી કૃપા ડ્રાય કલીનર્સમાં રહેતા રામપ્રતાપ રામકૈલાશને ઝડપી લઇ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Social