શું માનવી બદલાઈ શકે ?

દરેક વ્યક્તિએ ખુદને પૂછવું જોઈએ કે પોતે બદલાય છે કે નહીં. બાહ્ય સંજોગો બદલાય છે, આપણે લગ્ન કરીયે છીએ છૂટાછેડા લઈએ છીએ, બાળકો હોય છે, મૃત્યુ પણ છે, સારી નોકરી, નવી શોધ ખોળનું દબાણ વગેરે વગેરે. બાહ્ય પણે સંદેશા વ્યવહારના વૈજ્ઞાનિક અભ્યાસમાં અને સ્વયં સંચાલિત સાધનોના ઉપયોગમાં એટલે કે ઓટોમેશનમાં ગજબનાક ક્રાંતિ ચાલી રહી છે, આપણે ખુદને પૂછ્યું જ હશે કે આપણું બદલાવું શક્ય છે ખરું ? બાહ્ય ઘટનાઓના સંદર્ભમાં નહીં, એવું પરિવર્તન નહીં કે જે કેવળ પુનરાવર્તન અથવા સુધારેલું સાતત્ય હોય, પરંતુ ઘરમૂળથી ક્રાંતિ, મનનું સંપૂર્ણ પણે રૂપાંતર થવું શક્ય છે ? જયારે આપણને આ સમજાય છે . તેમ જ આપણે આપણી ભીતર નોંધ્યું જ હશે કે ખરેખર આપણે બદલાતા નથી. આપણે ભયાનક પણે હતાશ થઇ જઈએ છીએ અથવા આપણે ખુદથી ભાગી છૂટીએ છીએ તેથી અનિવાર્ય પણે પ્રશ્ન ઉદભવે છે શું પરિવર્તન જેવું કશું હોઈ શકે ખરું ? જયારે આપણે યુવાન હતા એ સમયગાળામાં આપણે પાછા જઇયે છીએ, અને તે સમય આપણને ફરી પાછો મળે છે. શું માનવી માં કોઈ ફેરફાર થાય ખરો? શું તમે બદલાયા છો ખરાં? કદાચ બહારના પરિઘમાં સુધારો થયો હોય પરંતુ ભીતર મૂળમાંથી તમે બદલાય છો? કદાચ આપણે બદલાવા જ નથી ઇચ્છતા કારણકે આપણે આ બધું સગવડભર્યુ લાગે છે.
હું બદલાવા ઈચ્છું છું. હું જોઉં છું કે હું અત્યંત દુઃખી, હતાશ, વિકૃત, હિંસક છું હેતુલક્ષી પરિણામ ન હોય એવું કાંઈક ક્યારેક ઝબકી જાય છે એ સિવાય હું એવો જ છું. હું મારી એવી સ્થિતિ વિષે કાંઈક કરવા મારી મરજીનો ઉપયોગ કરું છું. હું કહું છું મારે કાંઈક વિશિષ્ટ બનવું જોઈએ મારે આ આદત છોડી દેવી જોઈએ, તે ટેવ છોડી દેવી જોઈએ મારે કાંઈક જુદી જ રીતે વિચારવું જોઈએ , મારે કાંઈક જ જુદી રીતે કામ કરવું જોઈએ મારે આવા વધારે હોવું જોઈએ અને તેવા ઓછું હોવું જોઈએ. આપણે અથાગ પ્રયાસો કરીએ છીએ અને તેને અંતે આપણે તો એવા ને એવા જ તકલાદી, હતાશ કુરૂપ પાશવી ગુણવતા કે ગતાગમ વગરના રહીએ છીએ. તો પછી આપણે ખુદનેજ પૂછીએ છીએ કે ખરેખર પરિવર્તન થયું છે કે નહીં? શું માનવી બદલાઈ શકે?
કોઈ હેતુ વગરનું પરિવર્તન
મારે પરિવર્તન કેવી રીતે કરવું? હું સત્ય જોઉં છું – કમસે કમ હું તેમાં કાંઈક તો જોઉં છું કે પરિવર્તનની શરૂઆત એવી સ્તરે થવી જોઈએ કે જ્યાં સચેતન કે અચેતન મન ન પહોંચી શકે કારણ કે મારી ચેતના પુરેપુરી અનુબન્ધિત છે. તો હવે મારે શું કરવું? હું એવી આશા રાખું છું કે હું સમસ્યાને સ્પષ્ટ કરી રહ્યો છું. જો હું તેને બીજા શબ્દો માં કહું તો? શું મારે સચેતન કે અચેતન મન સમાજથી મુક્ત થઇ શકે? – સમાજ એટલે કે સઘળું શિક્ષણ, આ સંસ્કૃતિ, એ માપદંડ, એ મૂલ્યો, એ ધારા ધોરણ થી મુક્ત થઇ શકે?
કારણ કે જો તે મુક્ત ન હોય તો તે પોતાની અંદર પરિવર્તન માટે જે પ્રયત્ન કરે છે તે હજુ પણ મર્યાદિત જ છે અને તેથી તે પરિવર્તન છે જ નહીં.
તો, શું હું કોઈ પ્રયોજન વગર જોઈ શકું? શું મારુ મન કોઈ પ્રોત્સાહન કે પ્રલોભન વગર, પ્રયોજન વગર, બદલવાના કે ન બદલવાના હેતુ વગર અસ્તિત્વ ધરાવી શકે? કારણ કે કોઈ પણ પ્રયોજન ખાસ સંસ્કૃતિ ની પ્રતિક્રિયાનું પરિણામ હોય છે જે કોઈ ખાસ પૂર્વભૂમિકામાં થી આવ્યું હોય છે. તો શું મારુ મન આ સંસ્કૃતિ કે જેમાં મારો ઉછેર થયો છે તેના થી મુક્ત થઇ શકે? આ ખરેખર એક અગત્યનો પ્રશ્ન છે કારણકે જો મન જે માં તેનો ઉછેર થયો છે જેમાં તેને પોષણ મળ્યું છે. એ સંસ્કૃતિ થી મુક્ત ન હોય તો ચોક્કસ તે વ્યક્તિ ક્યારેય શાંત સ્થિત માં ન રહી શકે, તે ક્યારેય સ્વતંત્રતા મેળવી ન શકે. તેના ઈશ્વરો અને તેની પુરાણ કથાઓ, તેના પ્રતીકો, અને તેના બધા પ્રયાસો મર્યાદિત છે કારણ કે તે બધા હજુ યે અનુબંધિત મનનાં માર્યાદિત ક્ષેત્રો રહે છે. અને તે જે કોઈ પ્રયાસો કરે અથવા ન કરે તે ખરેખર નિરર્થક શબ્દના ગહન અર્થમાં નિરર્થક છે. જેલ ને શણગારવા માટે વધારે સારું સુશોભન હોઈ શકે – વધારે બારિયોં હોઈ શકે, વધારે પ્રકાશ મળી શકે, વધારે અન્ન લાવી શકાય પરંતુ તેમ છતાં તે હજી પણ ખાસ સંસ્કૃતિની જેલ જ રહે છે.
સાચું પરિવર્તન
જ્ઞાતથી અજ્ઞાત તરફનું પરિવર્તન જ શક્ય છે? જ્ઞાત થી જ્ઞાત તરફનું નહીં જરા ગંભીરતા થી વિચાર કરો. જ્ઞાત થી જ્ઞાત તરફના પરિવર્તનમાં કોઈક આધિપત્ય છે. ત્યાં જીવનનો ઉતરતા કે ચડતા કમ નો દ્રષ્ટિ કોણ છે – તમે જાણો છો, હું નથી જાણતો તેથી હું તમારી ભક્તિ કરું છું, તમને પુજુ છું, હું કોઈ પદ્ધતિ ને અનુસરૂ છું, હું કોઈ ગુરુની પાછળ ચાલુ છું, હું તમને અનુસરૂ છું કારણકે હું જે જાણવા માંગુ છું તે તમે મને આપો છો તમે મને એવી વર્તણુકે ની ખાતરી આપો છો કે જેથી પરિણામ મળે સફળતા અને પરિણામ મળે સફળતા જ્ઞાત છે. સફળ થવું એટલે શું તે તું જાણું છું. મારેતે જ જોઈએ છીએ. આમ આપણે જ્ઞાત થી જ્ઞાત તરફ જઈએ છીએ. જેમાં કોઈને કોઈનું આધિપત્ય હોય છે – મંજૂરી આપતો આધિપત્ય, નેતા નું આધિપત્ય , ગુરુનું આધિપત્ય – એ શ્રેણી જે જાણે છે તે અને જે નથી જાણતા તે – અને જે જાણે છે તે મને મારા પ્રયત્નોમાં સફળતા અપાવશે. પરિવર્તન લાવી દેશે કે જેથી હું ખુશ થઈશ. હું જે ઇચ્છુ છું તે મને મળશે એની સફળતાની ગેરંટી આપે છે. શું પરિવર્તન થવા પાછળ આપણા સહુનો આ જ હેતુ નથી? જયારે તમે પોતાનું નિરીક્ષણ કરશો ત્યારેજ તમે પોતાના જીવનની રીત જોઈ શકશો પરિવર્તન, ક્રાંતિ એ જ્ઞાત થી અજ્ઞાત તરફનું હોય તેવું કંઈક છે કે જેમાં કોઈનું આધિપત્ય ન હોય. પરંતુ જો તમને એવી ખાતરી આપવામાં આવે કે તમને તે મળશે જ, તમે સફળ થશો જ, તમે સુખી થશો જ, તમે કાયમ સુખમાં જીવશો તો કોઈ વાંધો નથી. આમ તમે જાણીતી રીત ને જ અપનાવા છો. એટલે કે દરેક બાબતના કેન્દ્રમાં હંમેશા ‘તમે’ રહો છો.
આધાર – THE BOOK OF LIFE

Social