અમદાવાદના છારાનગરની કુખ્યાત ખિસ્સાકાતરૂ ગેંગ ઝડપાઈ

હિંમતનગરના ટાવર સામે આવેલા અમરસિંહજી શોપીંગ મોલ આગળથી પસાર થઈ થયેલા મહંત ખુશાલ ભારતીજીના સ્વાગતમાં ઉમટેલા વેપારીઓના ખિસ્સામાંથી પર્સ તથા રોકડ સહિત કુલ ૬૦ હજારના મુદમાલની ચોરી થઈ હતી, જે મામલે પોલીસ વડા અને બી ડિવીઝનના પીઆઈને ફરીયાદ કરવામાં આવતાં કમાન્ડ કન્ટ્રોલના સીસીટીવી અને પોકેટકોપ સર્ચની મદદથી ખિસ્સાકાતરૂઓ જે રીક્ષામાં અમદાવાદના છારાનગરથી હિંમતનગર આવ્યા હતા, તેને શોધીને બી ડિવીઝન પોલીસે સાત પૈકી પાંચ આરોપીઓને ઝડપીને ૩૯ હજારની રોકડ તેમજ ૧ લાખની રીક્ષા સહિત કુલ ૧.૩૯ લાખનો મુદમાલ કબ્જે કરીને ફરાર બે આરોપીઓને ઝડપવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાબરકાંઠા એસપી વિજય પટેલ, ડીવાયએસપી એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ કમાન્ડ કંટ્રોલના પીએસઆઈ કમાન્ડ કંટ્રોલ આર.કે.રાવત, અ.હેડ.કો. હરસિધ્ધસિંહ જવાનસિંહે મહંતના કાફલાના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક શકમંદ રીક્ષા જીજે.૦૧.ટીજે.૦૬૩ર નજરે પડી હતી, જેને પોકેટકોપ સર્ચમાં ચેક કર્યા બાદ પીઆઈ આર.ટી.ઉદાવત, સ્ટાફના વિક્રમસિંહ રૂમાલસિંહ, જીજ્ઞેશકુમાર સુરેશભાઈ, હરપાલસિંહ જશવંતસિંહ, નિકુલસિંહ મહેન્દ્રસિંહ, કિર્તીરાજસિંહ કિરીટસિંહે ખિસ્સાકાતરૂઓ મામલે બી ડિવીઝન પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદ મામલે તપાસ શરૂ કરી હતી, તે દરમ્યાન બાતમી મળી હતી કે ઉપરોક્ત રીક્ષામાં બેસીને પાંચ શખ્સો ઈડર તરફથી આવી રહ્યા છે, જેઓને ધાણધા રેલ્વે ફાટક પાસે રોકીને તમામની વારાફરતી પુછપરછ કરીને તેમની અંગઝડતી લેતા તેઓ અન્નો તેમજ કૈલાશ ઉર્ફે ટીલી સાથે ભેગા મળીને હિંમતનગરના અમરસિંહજી શોપીંગ મોલ આગળથી પસાર થઈ રહેલા મહંત ખુશાલભારતીજીના સ્વાગત માટે ઉમટેલા વેપારીઓના ખિસ્સામાંથી રોકડ તથા પર્સની ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ. જેથી બી ડિવીઝન પોલીસે પાંચેય ખિસ્સાકાતરૂઓની ધરપકડ કરીને ફરાર બે આરોપીઓની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલ પાંચ આરોપીઓના નામ
(૧) રાજન વશરામ નાનજી દંતાણી(કાવઠીયા)
(૨) દશરથ ઉર્ફે દખો કચરાજી સોમાજી ઠાકોર
(૩) સંજયગીરી ઉર્ફે પપ્પી લક્ષ્મણગીરી કલ્યાણગીરી ગોસ્વામી
(૪) વિષ્ણુ હજુરજી કાળાજી ઠાકોર (ચારેય રહે. મફતનગરના છાપરા, દેવી સિનેમાની સામે, નરોડા, અમદાવાદ)
(૫) ખેતાજી જગતાજી દોલાજી બાવરી(મારવાડી)
(રહે. સંતોષનગર સરદારગ્રામ, કુબેરનગર ક્રોસીંગની સામે, છાપરામાં, સરદારનગર, અમદાવાદ)

પકડવાના બાકી બે આરોપીઓના નામ
(૧) કૈલાશ ઉર્ફે ટીલી (૨) અન્નો (બંન્ને રહે. સંતોષીનગર, અમદાવાદ)

આરોપીઓ પાસેથી રીકવર કરેલ મુદ્દામાલ
રોકડ રકમ રૂા. ૩૯,૨૦૦ તથા રીક્ષા કિંમત રૂા.૧ લાખ (કુલ મુદ્દામાલ રૂા.૧.૩૯ લાખ)

Social