રખિયાલમાં શખ્સે પત્નીના પૂર્વ પ્રેમીને ચપ્પુના ઘા મારીને લોહિલુહાણ કર્યો
રખિયાલમાં પૂર્વ પ્રેમિકાના પતિએ યુવકને ચપ્પુના ઘા મારીને લોહિલુહાણ કર્યો હતો. જેમાં આઠ મહિના પહેલા યુવકને પ્રેમસંબંધ હતા પરંતુ પતિને જાણ થતા તે સમયે સમાધાન પણ થયુ હતુ. આ અંગે યુવકે પ્રેમિકાના પતિ સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
બાપુનગરમાં રહેતા મુસ્તાકભાઇ શેખ રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આઠ મહિના અગાઉ તેમને ચાલીમાં રહેતા રીઝવાનાબાનુ સાથે તેને પ્રેમસંબંધ હતો. તેને લઇને તેનો પતિ આસિફ સાથે ઝઘડો થયો હતો. તેમાં સમાધાન પણ થયુ હતુ. ગત 27 જુલાઇએ સાંજના સમયે મુસ્તાકભાઇ રિક્ષા લઇને રખિયાલ અમન મસ્જીદની સામે ડેરીમાં દૂધ લેવા ગયા હતા. આ દરમ્યાન આસિફ પાછળથી આવીને કંઇ પણ બોલ્યા વિના ચપ્પુના ત્રણ ઘા મારતા મુસ્તાકભાઇ લોહિલુહાણ થતા નીચે પડી ગયા હતા. બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી જતા આસિફે બિભત્સ ગાળો બોલીને મારી પત્ની સામે જોઇશ તો જીવતો નહિ છોડુ કહીને નાસી ગયો હતો. તેમજ ઇજાગ્રસ્ત મુસ્તાકને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે મુસ્તાકે આસિફ સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે
