કોન્ટ્રાકટરે લક્ઝરી બસમાં બેસાવાથી ઇનકાર કરતા રીક્ષા ચાલક સહીત બે લોકોએ માર મારી રૂ.૯૦૦૦ લૂંટી લીધા

ગીતામંદિર એસ.ટી બસ સ્ટોપમાં અસમાજિક તત્વો બિલાડીની ટોપની માફક ફાટી નીકળ્યા હતા. પરંતુ હવે તો રીક્ષા ચાલકો પણ પેસેન્જરોને હેરાન કરતા હોય તેવા કિસ્સા બનવા લાગ્યા છે. મુન્દ્રાની કંપનીમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરતા પ્રમોદસિંગ ઠાકુર (ઉ.વ.૩૮ રહે,ઉતરપ્રદેશ) ગત રવિવવારે તેઓ તેમના ગામમાં થી 20 મજુરોને લઈને કાલપુર રેલવે સ્ટેશન આવ્યા હતા. મજુરોને ટ્રેનમાં મુન્દ્રા લઈ જવાના હતા પરંતુ ટ્રેન નહી મળતા કોન્ટ્રાકટરે એસ.ટી મારફતે મુન્દ્રા પહોંચવાનું નક્કી કર્યું હતું. રવિવાર મોડી રાત્રે કાલુપુર રેલવે સ્ટેશનની બહારથી ત્રણ રીક્ષામાં 20 મજુરોને બેસાડીને ગીતામંદિર એસ.ટી બસ સ્ટેન્ડ પહોંચવા માટે નીકળ્યા હતા.

પરંતુ રીક્ષા ચાલકે ભૂતની આંબલી વિસ્તારમાં રાત્રે એક વાગ્યે ટ્રાવેલ્સની ઓફિસની બહાર ત્રણેય રીક્ષાઓ ઉભી રાખી દીધી અને કોન્ટ્રાકટર અને તેમના મજુરોને લક્ઝરી બસમાં જવા માટે દબાણ કરવા લાગ્યા હતા. કોન્ટ્રાકટરને લક્ઝરી બસનું ભાડું નહી પોસાતા બેસવાથી ઇનકાર કરી દીધો હતો. ત્યારબાર બે રીક્ષા ચાલક અને તેમની સાથેના અન્ય એક વ્યક્તિએ ભેગા મળીને કોન્ટ્રાકટરને માર માર્યો અને તેમના ખિસ્સામાં રહેલા રૂ. ૯૦૦૦ અને અન્ય એક મજુરના ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા 250 છીનવી લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે કોન્ટ્રાકટરે કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

કાલપુર રેલવે સ્ટેશનથી મુન્દ્રા જવા માટેની ટ્રેન નહી મળતા કંપનીના કોન્ટ્રાકટર અને તેની સાથે આવેલા 20 જેટલા મજુરોએ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડથી મુન્દ્રાની બસમાં બેસીને જવાનું નક્કી કર્યું હતું. કોન્ટ્રાકટર યુવક અને મજુરો રેલવે સ્ટેશનથી નીકળીને ત્રણ રીક્ષામાં બેસીને એસ.ટી પહોંચવા માટે નીકળ્યા હતા. રીક્ષા ચાલકે એસટી બસ સ્ટેન્ડની જગ્યાએ ભૂતની આંબલી વિસ્તાર પાસે ટ્રાવેલ્સની બસ પાસે રીક્ષા ઉભી રાખીને તેમાં બેસી જવાનું કહ્યું હતું. કોન્ટ્રાકટરે લક્ઝરી ચાલકને મુન્દ્રા જવા માટેનું ભાડુ પૂછતા એક વ્યક્તિના રૂ.1000 કીધા હતા. જેથી કોન્ટ્રકટરે લક્ઝરીમાં જવાથી ઇનકાર કરી દીધો હતો. બાદમાં ત્રણ રીક્ષા ચાલકમાં થી બે રીક્ષા ચાલક અને એક શખ્સ આવ્યા અને કોન્ટ્રાકટર સાથે માથાકૂટ કરવા લાગ્યા અને લક્ઝરીમાં જ જવું પડશે તેમ કહીને દબાણ કરવા લાગ્યા હતા.

જોકે કોન્ટ્રાકટરે રીક્ષા ચાલકને કહ્યું કે આટલું ભાડું અમને પોસાય તેમ નથી કારણકે એસ.ટી બસમાં માત્ર રૂ.240 ભાડું છે, અને લક્ઝરીમાં ભાડું વધુ છે જે મને કંપનીમાં થી મળશે નહિ માટે અમને પોસાય તેમ નથી કહીને કોન્ટ્રાકટર ચાલવા લાગ્યો હતો. આટલામાં રીક્ષા ચાલકે લાકડાનો ડંડો લઈને કોન્ટ્રાકટરના હાથમાં મારી દીધો અને ખિસ્સામાં રહેલા રૂ.૯૦૦૦ બળજબરી પૂર્વક કાઢી લીધા હતા. ત્યારબાદ રીક્ષા ચાલકે ચપ્પુ કાઢીતા અન્ય મજુરો ભાગી ગયા હતા. આ દરમિયાન એક વૃદ્ધ મજુરને પકડીને તેના ખિસ્સામાં થી પણ રૂપિયા કાઢી લીધા હતા. બૂમાબૂમ થતા આસપાસના બીજા ટ્રાવેલ્સના લોકો ભેગા થઈ જતા ત્રણેય રીક્ષા ચાલક નાસી ગયા હતા. બાદમાં કોન્ટ્રાકટરે આ મામલે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા કાગડાપીઠ પોલીસ આવતા કોન્ટ્રાકટર યુવકની ફરિયાદ નોંધીને પોલીસે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

Social