બોમ્બે પોરબંદર સૌરાષ્ટ્ર એકપ્રેસ ટ્રેનમાં ટીકીટ ચેકરનું સરકારી ટેબલેટ ચોરાતા ફરિયાદ નોંધાઈ

પશ્ચિમ રેલવેમાં ટીકીટ ચેકર તરીકે કામ કરતા અંકિત મહેતા (ઉ.વ૩૬,રહે.જામનગર) ગત ૯ જુલાઈના રોજ બોમ્બે પોરબંદર સૌરાષ્ટ્ર એકપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી પોરબંદર સુધીના રૂટની નોકરી પર હાજર હતા. ટીકીટ ચેક કરવાનું કામ પતાવીને તેઓ પોતાની સીટ પર બેઠા હતા. બાદમાં ટીકીટ ચેકરે પોતાની સીટ પર તેમનુ ટેબ્લેટ મૂકીને શૌચક્રિયા માટે ગયા હતા. અને પાછા આવ્યા ત્યારે સીટ પરથી ટેબ્લેટ મળ્યું નહી આસપાસમા તપાસ કરી પરતુ ટેબ્લેટ મળી આવ્યુ ન હતુ. આ ટેબ્લેટના વડે તેઓ મુસાફરોની ટીકીટ અને સીટની ફાળવણીનુ કામ કરતા હતા. આ મામલે ટીકીટ ચેકરે તેમના સિનીયર અધિકારીને આ મામલે જાણ કરીને સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બોમ્બે પોરબંદર સૌરાષ્ટ્ર એકપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી પોરબંદર સુધીના રૂટમાં ટીકીટ ચેકર તરીકે નોકરી કરતા કર્મચારીનુ સરકારી ટેબ્લેટ અમદાવાદ રેલવે સ્ટેશનથી સાબરમતી રેલવે સ્ટેશનની વચ્ચે ચોરાઈ ગયુ હોવાનો બનાવ બન્યો છે. ગત ૯ જુલાઈના રોજ અંકિત મહેતા બોમ્બે પોરબંદર સૌરાષ્ટ્ર એકપ્રેસ ટ્રેનમાં ફરજ માટે આવ્યા હતા. ટ્રેન કાલપુર રેલવે સ્ટેશનથી શરુ થઈ ત્યારે ટીકીટ ચેકરે પોતાનું કામ પૂર્ણ કરીને તેમની સીટ પર બેગની પાસે સરકારી ટેબ્લેટ મૂકીને શૌચક્રિયા કરવા માટે ગયા હતા. પાંચ મીનીટમાં બહાર આવીને જોયું તો તેમનુ સરકારી ટેબ્લેટ અજાણ્યા શખ્સો ચોરી થઈ ગયુ હતુ. ટીકીટ ચેકરે આસપાસમાં તપાસ કરી પણ ટેબ્લેટ નહી મળતા કોલ કરતા સ્વીચઓફ આવ્યો હતો. બાદમાં આ મામલે ટીકીટ ચેકરે રેલવેના સિનીયર અધિકારીને આ મામલે જાણ કરીને સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

Social