The Power Of Subconscious Mind: અર્ધ જાગ્રત મનની શક્તિ.

તમારું અર્ધ જાગ્રત મન તમારો ભવ્ય ડાર્ક રૂમ છે. એ એવી છુપી જગ્યા છે જ્યાં તમારી જિંદગી ડેવલપ થાય છે. આપણી પાસે બે પ્રકારના મન છે 1) જાગ્રત મન Conscious Mind 2) sub conscious mind. અર્ધ જાગ્રત મન.જાગ્રત મનમાં 10% પાવર હોય છે જ્યારે અર્ધ જાગ્રત મન પાસે 90% પાવર હોય છે. પરંતુ સવાલ એ છે કે આપણે અર્ધ જાગ્રત મન પાસે કેટલા ટકા પાવર નો ઉપયોગ કરતા હશું? અમેરિકાના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન માત્ર 4% અર્ધજાગ્રત મનનો ઉપયોગ કરતા હતા. તો વિચાર કરો આપણે ઇન્ડિયન કેટલો ઉપયોગ કરતા હશું?
તમારું અર્ધજાગ્રત મન સદંતર તટસ્થ છે. તે તમારી કોઈપણ ટેવ કે વર્તનને છબીની જેમ કંડારી લે છે પછી ભલે તમે કે આખી દુનિયા તેને સારી અથવા ખરાબ કેમ ન કહે. જ્યારે અજાણતા આપણે કોઈ નકારાત્મક વિચારોને આપણા જાગ્રત મનમાં પ્રવેશવા દઈએ છીએ ત્યારે વારંવાર એ નકારાત્મક વિચારો આપણા રોજેરોજના અનુભવોમાં અને સંબંધોમાં પ્રભાવ પાડતા જ હોય છે સાચી વાત તો એ છે કે આપણી સાથે જે કંઈ બને છે તે માટે મહદ અંશે આપણે પોતે જ જવાબદાર હોઈએ છીએ.
તમારે તમારી દુનિયાને,તેમજ તમારા આજુબાજુના વાતાવરણને જો બદલવું હશે તો તમારે સૌ પ્રથમ તમારા મનને બદલવું પડશે. ડાર્કરૂમ ના વિચારને સ્વીકારીને ચાલશો તો આ આખી પ્રક્રિયામાંથી તમે ખૂબ જ સારી રીતે મુક્ત થઈ જશો. આપણા સૌમાં બાળપણથી આવી માન્યતાઓ અને વિચારો અડ્ડો જમાવી બેઠેલા છે જેના વિશે આપણે ભૂલી ગયા હોઈએ છીએ આ બધા જ વિચારો આપણા મનના ડાર્ક રૂમમાં ઊંડે સુધી જઈને છુપાઈને બેઠેલા હોય છે. આ બધું જાણ્યા પછી એ વાત સ્પષ્ટ થઈ ગઈ હશે કે હવે સમય આવી ગયો છે કે આપણે આપણા વિચારોને તંદુરસ્ત બનાવીએ. ઓફિસમાં કોઈ છી ક ખાય અને તમને લાગે કે મને પણ શરદી થઈ જશે તો એ ડર એ વિચારને લીધે તમને ચોક્કસ શરદી થશે તમે જોઈ શકશો કે ઓફિસમાં બીજા કોઈને શરદી થઈ ન હતી એનું શું કારણ એનું એ જ કારણ કે તેઓ સૌ માનતા ન હતા કે કોઈ એકને શરદી થાય એટલે પોતાને થાય તેઓ નિરોગી નિરોગી પણમાં માનતા હતા. કહેવાય છે કે જેનો આપણને સૌથી વધુ ડર હોય છે તેવું આપણી સાથે બનતું હોય છે.
હા, મનનો ઉપયોગ કરવાની ચમત્કારિક શક્તિ અર્ધજાગ્રત મનમાંથી આવે છે. તમારા અર્ધજાગ્રત મનના ઊંડાણમાં અનંત ડહાપણ, અનંત શક્તિ અને જરૂરી તેવી બધી જ અનંત સામગ્રી પડેલી છે. એ બધી જ સામગ્રી વિકાસ અને અભિવ્યક્તિની રાહ જોઈને બેઠી છે જો તમે આજે અને અત્યારે તમારા મનની આ શક્તિઓને ઓળખી લેશો તો બહારની આ દુનિયામાં તે આકાર ધારણ કરશે. તમારા અર્ધ જાગ્રત મન પાસે તમારી દરેક સમસ્યાના સમાધાન છે. રાત્રે સુતા પહેલા જો તમે તમારા અર્ધ જાગ્રત મનને કહી દો કે મારે સવારે 5:00 વાગે ઉઠી જવાનું છે તો તે બરાબર તે સમયે તમને ઉઠાડી દેશે. હા હું તમને જે સમજાવું છું તે પહેલા હું એને ચોક્કસ અનુસરુ છું પછી જ બહુ ગંભીરતાપૂર્વક લખતો હોઉં છું. મેં આજ દિવસ સુધી ક્યારેય એલાર્મ નો ઉપયોગ કર્યો જ નથી. જેટલા વાગે પણ ઉઠવું હોય ત્યારે જાગ્રત મનને મેસેજ આપુ તે સમયે ઉઠી જતો હોવ છું.
મારા બહુ જ નજીકના મિત્ર ડોક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબે ખૂબ જ ઊંડાણપૂર્વક મન વિશે સમજાવતા હોય છે. તેમને લખેલ પુસ્તક મનની પ્રાર્થના ઘણી બધી ભાષામાં પ્રકાશિત થયુ છે. જે ખરેખર આપણને ખૂબ ઉપયોગી છે. અમે અમારા વર્કશોપ માં અર્ધજાગ્રત મન વિશે ખુબ જ સરળતાથી ઊંડાણપૂર્વક સમજાવતા હોઈએ છીએ.
તમારા અર્ધજાગ્રત મનના ઊંડાણમાં અનંત ડહાપણ, અનંત શક્તિ અને જરૂરી તેવી બધી જ અનંત સામગ્રી પડેલી છે. જો તમે મનની શક્તિઓને ઓળખી લેશો તો બહારની આ દુનિયામાં તે આકાર ધારણ કરશે.જીવનમાં સફળતા મેળવવા માટે ના ત્રણ નિયમો…1) જે કામ કરો તે બેસ્ટ કરો. 2) ઈશ્વર પર શ્રદ્ધા રાખો 3) માં બાપ ની સેવા કરો. દાદા દાદી ના પગ દબાવો.મંદિર જવાની જરૂર નહિ પડે. ખુબજ પ્રેક્ટિકલ વાત કરું છું આ ત્રણ નિયમને અનુસરો પછી તેનું પરિણામ જુવો