નરોડાથી ગાંધીનગરની કોલેજજતી સગીરાનું અપહરણ
નરોડાથી ગાંધીનગરની નાથીબા કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી17 વર્ષીય સગીરાનું એપોલો સર્કલથી અપહરણ થતા ફરિયાદ નોંધાઈ છે. તેમજ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નરોડા ખાતે રહેતી 17 વર્ષની સગીરા સેકટર – 23 ની નાથીબા કોમર્સ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જે પેસેન્જર વાહનમાં કોલેજ આવતી જતી હોવાથી તેના પિતાએ મોબાઇલ ફોન પણ આપ્યો હતો. ગત તા. 23 મી જુલાઇના રોજ નિત્યક્રમ મુજબ સગીરાને તેના પિતા નરોડાથી નાના ચિલોડા સર્કલ સુધી બાઇક ઉપર અને ત્યાંથી રીક્ષામા કોલેજ જવા માટે સવારના સાડા છ વાગ્યે ઘરેથી નિકળ્યા હતા. પરંતુ એ દિવસે ગાંધીનગર માટેની કોઈ રીક્ષા નહીં મળતાં સગીરાને એપોલો સર્કલ ઉતારીને તેના પિતા નોકરીએ જતા રહ્યા હતા.ત્યારબાદ બપોરના આશરે સાડા બારેક વાગ્યે સગીરાએ પિતાને ફોન કરીને બહેનપણીઓ સાથે ગાર્ડનમા આવી હોવાથી ઘરે આવતા મોડું થશે એમ જણાવ્યું હતું. જો કે ત્યાર પછી સગીરાનો ફોન બંધ થઈ ગયો હતો. જે મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પિતાએ વતન ભીલોડા ખાતે સગા સંબંધીઓ તેમજ વતન ખાતે તેની બહેનપણીઓમા તપાસ કરાવી હતી. ઉપરાંત કોલેજમાં જઈને પણ તપાસ કરી હતી. જો કે દીકરીની કોઈ ભાળ મળી ન હતી. આથી 17 વર્ષીય સગીરાનું એપોલો સર્કલથી અજાણ્યો ઈસમ લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી જતાં આખરે પિતાએ ફરીયાદ આપતા ઈન્ફોસિટી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
