સાણંદમાં રહેતા યુવક સાથે રૂ.60 હજારની છેતરપિંડી થઈ

સાણંદમાં રહેતા યુવકનું એકાઉન્ટ હેક કરીને રૂ.60 હજારની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાય છે.

સાણંદના જલદિપ એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષીય વિનીત રામસજીવન તિવારી સાણંદ જીઆઈડીસી ખાતે ખાનગી કંપનીમાં સિનિયર એન્જીનિયર તરીકે નોકરી કરે છે. ગત તા.15 જુલાઈએ સાંજે કંપનીની બસમાં ઘરે આવતા સમયે તેના મોબાઇલ નંબર ઉપર બે ટેક્સ મેસેજ આવેલ આવ્યા હતા જેમાં બેંકનાં ક્રેડીટ કાર્ડ માં થી રૂ.30 હજારનાં બે વાર ડેબિટ થયેલાનું સામે આવતા સાયબર હેલ્પ લાઇન ફરિયાદ કરી હતી વિનીત રામસજીવન તિવારીએ ફોનમાં પડેલ મેસેજ બાબતે ટ્રેક કરતા સામે આવ્યું કે તેઓના મોબાઇલનું ઇન બોક્સ મો.નં.એ હેક કરેલ છે. અને તમામ ટેક્સ મેસેજ તે જોઇ શકતો હતો. ત્યારબાદ વિનીત તિવારીએ મેઇલ બોક્સ ચેક કરતાં તેનું ફ્લીપકાર્ટ એકાઉન્ટ અન્ય ડીવાઇસમાં લોગઇન થયેલાનો મેઇલ હતો અને ફ્લીપકાર્ટ એકાઉન્ટ પણ હેક થયું હતું.

Social