સાણંદની દીકરીએ ગાંધીનગરના મેયર પદે નિમણુંક મેળવી ગામનું ગૌરવ વધાર્યું

સાણંદની દીકરીની મીરાબેન પટેલ વરણી તાજેતરમાં ગાંધીનગરના મેયર તરીકે થતા સમસ્ત સાણંદમાં આનંદ તેમજ ગૌરવની લાગણી પ્રસરી છે ત્યારે રવિવારે સાણંદની જામળીયા વાડી ખાતે મીરાબેન પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
સાણંદના હોળી ચકલા નજીક આવેલ ચોરાવાળા મહોલ્લામાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે ભોપાભાઇ માણેકલાલ પટેલ જેઓ સાણંદ એડીસી બેંક નીચે અનાજ કરિયાણાની દુકાન ચલાવતા હતા તેઓની પુત્રી મીરા પટેલે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ સન 2009 માં તેઓના લગ્ન ગાંધીનગરના રાયસણ ખાતે પટેલ મિનેશકુમાર ભોગીભાઈ સાથે થયા ત્યાર બાદ ૨૦૧૭માં રાયસણ ગામના સરપંચ તરીકે ચૂંટાયા બસ પછી પાછું વાળીને જોયું નથી.ગામમાં સરપંચ તરીકે રોડ રસ્તા ,શાળા , મંદિરો સહિતના કામોમાં રસ લઈને સારી એવી લોકપ્રિયતા મેળવ્યા બાદ ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નંબર ૧૦ ના સદસ્ય તરીકે ચૂંટાયા.કોરોના મહામારી વખતે પણ તંત્ર અને જાણતા વચ્ચે મહત્વની ભૂમિકા ભજવી.અને વોર્ડ ૧૦ માં ઉમેરાયેલા નવા ગામોના લોકો સાથે જીવંત સંપર્ક રાખી સરકારી યોજનાઓનો લાભ અપાવી લોકપ્રિય બન્યા.સતત આઠ વર્ષથી તેઓની સક્રિય ભૂમિકાને ધ્યાને લઇ મીરાબેન પટેલને ગાંધીનગરના સર્વોચ્ચ નાગરિક એવા મેયર પદ માટે નિમણુંક અપાતા તેઓની સાસરી રાયસં તેમજ પિયર સાણંદ બંનેમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે રવિવારે સાણંદની જામળીયા પાટીદાર વાડી ખાતે મીરાબેન પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ પ્રસન્ગે પોતાના વ્યક્તવ્યમાં પિયરનો આભાર માનતા મીરાબેન ભાવુક થયા હતા અને પોતાની સફળતા પાછળ પોતાના પતિ મિનેષકુમારનો સપોર્ટ રહેલ છે તેમ જણાવ્યું હતું.સમારંભમાં કરનાર કુટુંબીજનોએ મીરાબેનને મેયર પદ સુધી પહોંચવા માટે અભિનંદન પાઠવ્યા હતા .
