સાણંદના યુવકનું અપહરણ કરી 50000 ની લૂંટ બાદ છુટકારો : સ્કોર્પિઓ કારમાં લિફ્ટ માંગી બેભાન કરવા ઘેનના ઇન્જેક્શન માર્યા
સાણંદ સુરમ્ય સ્પેસમાં રહેતા કોન્ટ્રાક્ટરના પુત્રનું અપહરણની ચકચારી ઘટના સમસ્ત સાણંદમાં ટોક ઓફ ઘી ટાઉન બની હતી.
પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ સાણંદ એકલિંગજી રોડ ઉપર આવેલ સુરમ્ય સ્પેસ બંગ્લોમાં રહેતા મહેશભાઈ ગટોરભાઈ સોલંકી મૂળ મખીયાવ નજીક આવેલ લીલાપુર ગામના વતની છે અને જીઇબીના થાંભલા ઉભા કરવાના કોન્ટ્રાકટનું કામ કરે છે તેઓનો પુત્ર યુવરાજસિંહ તેઓના પિતા સાથે કામ કરે છે. યુવરાજસિંહ કાળા કલરની સ્કોર્પિયોમાં સાણંદથી લીલાપુર ગામે વહાણવટી માતાજીના મંદિરે દર્શન કરી હાલમાં હીરાપુરમાં થાંભલા ઉભા કરવાનુ કામ ચાલુ હોવાથી મજૂરોને ખર્ચી રૂપિયા પચાસ હજાર લઈને નીકળ્યા હતા.
દરમ્યાન લીલાપુરથી મખીયાવ જવાના રોડ ઉપર ત્રણ અજાણ્યા માણસોને મદદ કરવા માટે યુવરાજસિંહે પોતાની કારમાં લિફ્ટ આપી હતી પરંતુ આ માણસો યુવરાજસિંહને શંકાસ્પદ લાગેલ જેથી ત્રણેય અજાણ્યા માણસોને નીચે ઉતરી જવાનુ કહેતા આ ઈસમોએ હીન્દી ભાષામાં કહ્યું હે ચલો અપના સિસ્ટમ શરૂ કરો તેમ કહી ગાડીની ચાવીથી છીનવી લઈ યુવરાજસિંહને પાછળ બેઠેલ બંન્ને ઇસમોએ ખેંચી પાછળની સીટમાં દબાવી બેસી ગયા અને કાર હંકારી મૂકી હતી અને ત્યાર બાદ કીડનેપરોએ યુવરાજસિંહને કાંડાના ભાગે ડાબા હાથે અને થાપાના ભાગે 3 ઈન્જેકશન માર્યા પણ યુવરાજસિંહ સોલંકી બેભાન ન થતાં આ મોઢા અને બંને હાથ પર લુંગી મોઢા પર બાંધી દીધેલ અને અણિયારી નજીક સુમસામ જગ્યાએ રોડની બાજુમાં ગાડી ઉભી રાખી ગાડીમાં રહેલ રૂ.50 હજાર રોકડા કાઢી લઈ લુંટ કરી ત્રણેય અજાણ્યા ઈસમો ગાડી માંથી ઉતરી ગયેલ અને ગાડી બંધ કરી ચાવી લઈ ધમકી આપી ખેતરમાં ચાલતા જતાં રહ્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહે તેના પિતાને ઘટનાની જાણ કરી હતી. થોડીવાર માં પોલીસ સહિત પરિવારના સભ્યો, સ્થાનિક લોકોએ પહોંચી યુવરાજસિંહને સારવાર માટે સાણંદની રુદ્રાક્ષ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
