દહેગામનાં ઝાંક જીઆઈડીસી નજીકના ગોડાઉનમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી : દારૂનો જથ્થો કર્યો જપ્ત

ગુજરાતમાં બીજા રાજ્યની જેમ દારૂની છૂટ ન હોવા છતાં પણ જે રાજ્યોમાં દારૂની છૂટ છે એટલો જ દારૂ ગુજરાતમાં વેચાઈ અને પીવાય છે. ગાંધીનું ગુજરાતમાં માત્ર કાગળ પર જ દારૂબંધી છે. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે દહેગામ ઝાંક જીઆઈડીસી નજીકના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. એલસીબીએ વોન્ટેડ ત્રણેય બુટલેગરો વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, ડુંગરસિંહ જેઠસિંહ ચૌહાણ (રહે. સી /64, સેક્ટર 2, નંદીગ્રામ સોસાયટી, નાના ચિલોડા), ગોપાલ ચેનસિંહ ચૌહાણ (રહે. મોહનલાલ વકીલની ચાલી, ચમનપુરા) તેમજ કિશોરસિંહ (રહે. નરોડા) નામના ત્રણ બુટલેગરોએ વિદેશીદારૂનો જથ્થો મંગાવી દહેગામ ઝાંક જીઆઈડીસી. નજીક ડુંગરસિંહના ગોડાઉનમાં સંતાડી વેપલો કરવામાં આવી રહ્યો છે. જેનાં પગલે એલસીબીની ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો કરતા ગોડાઉનમાં હાજર કોઈ મળી આવ્યું નહતું. ત્યારબાદ અંદર તપાસ કરતાં વિદેશી દારૂની નાની મોટી 3312 બોટલો તેમજ 96 નંગ બિયરના ટીન મળીને કુલ. 3 હજાર 408 દારૂનો જથ્થો કબજે કર્યો હતો. ઉક્ત ત્રણેય બુટલેગરો વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Social