અમદાવાદમાં ગન જેવુ ભરાવીને જતાં યુવકની ધરપકડ, પછી ખબર પડી કે લાઈટર હતું

અમદાવાદના એક વિસ્તારમાં ટુ વ્હીલર પર જઈ રહેલા એક યુવકે રોફ જામવા માટે પેન્ટના પાછળના ભાગે જાહેરમાં દેખાય તે રીતે ગન ભરાવીને નીકળ્યો હતો. કોઈ વાહનચાલકોએ તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વહેતો કરતાં ક્રાઈમ બ્રાંચની ટીમે યુવકને ઝડપી ગન કબજે કરી હતી. પોલીસનું કહેવું છે કે યુવક પાસેથી મળેલી ગન હથિયાર નહીં પરંતુ લાઈટર હતું. સોશિયલ મીડિયા પર એક વીડિયો વહેતો થયો હતો. તે વીડિયોમાં રાતના સમયે એક યુવક ટુ વ્હીલર ઉપર જતો દેખાતો હતો.

Social