મણિનગરની પુરોહિત રેસ્ટોરાંના ભોજનમાંથી ઈયળ નીકળતા સીલ
અમદાવાદના ખોખરા વોર્ડના કોર્પોરેટરના કાર્યાલયમાં કાંકરિયાની પુરોહિત હોટેલમાંથી મંગાવેલા ભોજનમાં ઇયળ નીકળી છે. આ બાબતે ભાવેશભાઇએ મ્યુનિ. હેલ્થ વિભાગને ફરિયાદ કરતાં હોટેલ સીલ કરાઈ હતી.
મણિનગરમાં પુષ્પકુંજ સોસાયટી નજીક આવેલી પુરોહિત હોટેલમાંથી ખોખરા કોર્પોરેટર ચેતન પરમારની ઓફિસમાંથી સ્ટાફે ભોજન મંગાવ્યું હતું. ઓનલાઈન મંગાવવામાં આવેલા ભોજનમાં લગભગ 50 ટકા ભોજન પૂરુ થયા બાદ તેમની સબ્જીમાં ઇયળ હોવાનું દેખાયું હતું. જેથી જમવાનું બંધ કરી થોડી તપાસ કરતાં આ ઇયળ બાબતે સ્ટાફે પહેલા કોર્પોરેટરનું ધ્યાન દોર્યું પછી મ્યુનિ.માં ફરિયાદ કરી હતી. આરોગ્ય વિભાગે તપાસ કરતાં હોટેલમાં રિનોવેશનનું કામ ચાલતું હતું. મ્યુનિ.એ આ હોટેલને સીલ કરી દેવાઈ હતી.
