અમદાવાદના ઈસનપુરમાં સાળા બનેવીએ મળીને રિક્ષા ચાલક સાથે રૂ.1.50 લાખની ઠગાઈ

અમદાવાદના ઈસનપુરમાં રહેતા સાબિરખાન પઠાણ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત વર્ષ 2020માં સાબીરખાન રિક્ષામાં મુસાફરી કરતા ઈશાકભાઈ સાથે તેમની મિત્રતા થઈ અને સાબિરભાઈને મકાન ખરીદવાનું હોવાથી ઈશાકભાઈએ મીરા સ્લમ ક્વાટર્સમાં પોતાનું મકાન વેચવાનું હોવાની વાત કરતા સાબિરભાઈ મકાન ખરીદવાની વાત કરી હતી. જેના ટોકન પેટે રૂ.5 લાખ ઈશાકભાઈને આપ્યા અને બાકીના રૂપિયા છ મહિના ચૂકવી આપશે તેવી વાત કરી હતી.

જો કે કોરાના દરમિયાન સાબીરભાઈનો ધંધો ઠપ થઈ જતા પૈસા આપી શક્યા ન હતા. ત્યારે ઈશાકે તેના બનેવી જુનેદભાઈ કે જે સરખેજ ફતેહવાડી વિસ્તારમાં રહે છે તેમને રૂપિયાની જરૂર હોવાથી મકાન વેચવાના છે તેવી વાત કરી હતી. જેથી સાબિર ભાઇને મકાન પસંદ આવતા ઈશાકભાઈએ સાબિરભાઈને આપવાના નિકળતા પૈસામાંથી રૂ.2 લાખ જુનેદભઈને આપ્યા હતા. જેના બદલામાં મકાનની પાવર ઓર્ફ એટર્ની કરી આપી હતી અને મકાનનું ભાડું દર મહિને રૂ.7 હજાર આપશે તેવો સોદો પણ નક્કી કર્યો હતો.

થોડા સમય બાદ જુનેદભાઈએ મકાનના ભાડાના રૂપિયા અને બાકીના કુલ રૂ.2.80 લાખ આપ્યા ન હતા અને બહાના બતાવવા લાગ્યા હતા. જેથી સાબિરભાઈ જુનેદ અને તેના સાળા ઈકરારખાન પઠાણને મળવા ગયટા ત્યારે મકાન વેચીને પૈસા ચૂકવી આપવાનો વાયદ કર્યો હતો અને 1.30 લાખ ચૂકવી આપ્યા હતા. બાકીના રૂ.1.50 લાખ આપવા માટે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા.સાબિરભાઈએ ઈસનપુર પોલીસમાં જુનેદ પઠાણ અને સાળા ઈકરાર પઠાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Social