અમદાવાદમાં ગેરકાયદે હોર્ડિંગ્સ સામે કાર્યવાહીનો આદેશ
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં લગાવાયેલા ગેરકાયદે હોર્ડિંગ્સ મામલે કડક કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનરએ રિવ્યૂ બેઠકમાં અધિકારીઓને આદેશ આપ્યો છે.
બેઠકમાં તમે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ લો છો તમે તમે જાતે પણ તપાસ કરો કે ખરેખર સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ સાચું આપેલું છે કે ખોટું? જે મકાન પર આ હોર્ડિંગ્સ લાગેલું છે તે મકાન યોગ્ય સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ધરાવે છે કે કેમ? તેમ અધિકારીઓને કહ્યું હતું. શહેરમાં ખાનગી મકાનો પર ઊભા કરાયેલા ગેરકાયદે હોર્ડિંગ્સ કેમ ઉતારવામાં આવતા નથી તેવો પ્રશ્ન કર્યો હતો.
