બાવળામાં ગાંધીગ્રામ – ભાવનગર સમર ટ્રેન ઉભી રહેશે
ગાંધીગ્રામ – બોટાદ બ્રોડગેજ લાઇન નાંખ્યા બાદ ટ્રેનો અવરજવર ચાલુ થતાં ગાંધીગ્રામ – ભાવનગર વચ્ચે દોડતી સમર સ્પેશિયલ ટ્રેનને બાવળા રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું ન હોતું. જેના કારણે અનેક મુસાફરોને પરિવહનમાં હાલાકી પડતી હતી. બાવળામાં સ્ટોપેજ આપવા માટે લોકોએ રજુઆતો કરતા કમુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર- ગાંધીગ્રામ વચ્ચે દોડતી દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનને બાવળા રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ આપવાની મંજૂરી આપતા 1 ઓગષ્ટથી બાવળા સ્ટેશન ઉપર ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન દૈનિક રોકાણ પછી ઉપડશે.
