અમદાવાદમાંથી MD ડ્રગ્સનો જથ્થો પકડાયો, એક મહિલા સહિત બેની ધરપકડ

            અમદાવાદ ફરી એકવાર મહિલા દ્વારા ડ્રગ્સની ડિલિવરી આપવાનો મામલો સામે આવ્યો છે. આ વખતે SOGએ એક મહિલા અને એક વ્યક્તિની ધરપકડ કરી છે. જેમાં આ મહિલા ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જતી હતી. ત્યારે વધુ એક મહિલાનું નામ પણ આ સમગ્ર ડ્રગ્સ ડિલિવરીમાં ખુલ્યું છે. SOG ક્રાઇમ બ્રાન્ચે શાહઆલમ નજીક એક મકાનમાં દરોડા પાડીને 6.47 લાખનું MD ડ્રગ્સ પકડી પાડ્યું છે. જ્યારે એક મહિલા ફરાર થઈ ગઈ છે. જેને પકડવા માટે  શોધખોળ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવયાં છે.
Social